ગુજરાતમાં માસ્ક ફરજીયાત પહેરવું પડશે? આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન

ગુજરાત(Gujarat): ચીનમાં કોરોના(Corona)એ ફરી કહેર વર્તાવતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. માત્ર એટલું જ નહી પરંતુ હાલમાં ચીનમાં રોજ લાખો કેસ સામે આવી રહ્યા છે જેને લઈને ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. મહત્વનું છે કે, PM મોદી દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. તો ગુજરાતમાં પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ(Rushikesh Patel) દ્વારા અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા બેઠક યોજવામાં આવી હતી.

મહત્વનું છે કે, કોરોનાની સંભવિત પરિસ્થિતિની સમીક્ષા બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. તેમણે જણાવતા કહ્યું હતું કે, વિશ્વની અંદર કોરોનાના વધતા કેસ અંગે દેશ માટે એક ચિંતાનો વિષય બન્યો છે અને કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘણા અનુભવોમાંથી આપણે સૌ પસાર થયા છીએ.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતમાં માસ્ક ફરજીયાત કરવા અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલએ જણાવતા કહ્યું હતું કે, કોરોનાથી બચવા જે પણ સાવચેતી રાખવાની જરૂર હોય છે તે તમામ સાવચેતી નાગરીકોએ રાખવી જોઈએ. આ ઉપરાંત સમીક્ષા બેઠક પછી આગળ કેવા પ્રતિબંધો લાદવા તે અંગે પણ આગામી સમયમાં ચર્ચા કરવામાં આવશે. હાલમાં કોઈએ વધારે ચિંતા કરવાની જરુર નથી તેમ આરોગ્યમંત્રીએ જણાવતા કહ્યું છે.

કોરોના વાયરસના લક્ષણો:
ગળામાં ખારાશ, છીંક આવવી, નાકમાંથી પાણી પડવું, નાક બંધ થઇ જવું, કફ વગરની ઉધરસ, માથાનો દુખાવો, કફ સાથે ઉધરસ, બોલવામાં તકલીફ, સ્નાયુમાં દુખાવો, ગંધ ન આવવી, ખૂબ તાવ, ઠંડી સાથે તાવ, સતત ઉધરસ, શ્વાસની તકલીફ, થાક લાગવો, ભૂખ ન લાગવી , ઝાડા, બીમાર હોવું વગેરે કોરોના વાયરસના લક્ષણો છે.

જો લક્ષણો દેખાય તો શું કરવું?
નેશનલ હેલ્થ સર્વિસ કહે છે કે, ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોને સંક્રમિત કરતા નથી, પરંતુ કેટલાક લોકો સંક્રમણ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે. તેથી, જે લોકોને કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે તેમની અવગણના કરવાને બદલે, તેઓએ પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ અને ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *