આપણે ઘણા એવા કિસ્સા વિશે જાણીએ છીએ કે અમુક વ્યક્તિ નું મૃત્યુ સામાન્ય રીતે ન થયું હોય. છતાં એના માટે આપણે કઈ પણ નથી કરી શકતા. જો કોઈ વ્યક્તિ ને એવું હોય કે વ્યક્તિ નું મૃત્યુ કરવા પાછળ કોઈ નો હાથ છે તો એના માટે પોસ્ટમોર્ટમ કરાવીને એ વ્યક્તિ વિશે જાણકારી મેળવી શકાય છે. આજે અમે તમને એવી જ જાણકારી આપવા જઈ રહ્યાં છી જેમાં વ્યક્તિ નું મૃત્યુ થાય તો શા માટે ડોક્ટર ક્યારેય પણ એની લાશનું પોસ્ટમોર્ટમ રાત્રે કરતા નથી.
તો ચાલો જાણી લઈએ વ્યક્તિ ના મૃત્યુ વિશે અને એના પોસ્ટમોર્ટમ વિશે ની માહિતી વિસ્તાર માં..
જયારે કોઈ વ્યક્તિ નું મૃત્યુ થઇ જાય છે તો ડોક્ટર દ્વારા લાશ નું પરીક્ષણ કરવામાં આવે છે. જેને પોસ્ટમોર્ટમ કહેવામાં આવે છે. પોસ્ટમોર્ટમ કરીને એ જાણી શકાય છે કે વ્યક્તિ નું મૃત્યુ ક્યાં કારણથી થયું હતું.
મૃત્યુ ના ૧૦ કલાક ની અંદર જ કરવામાં આવે છે પોસ્ટમોર્ટમ :
લાશ નું પોસ્ટમોર્ટમ કરતા પહેલા સગા સબંધીઓ પાસે થી એની મંજુરી લેવામાં આવે છે અને વ્યક્તિ નું મૃત્યુ થાય તેના ૧૦ કલાક ની અંદર લાશ નું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. જયારે વ્યક્તિ નું મૃત્યુ થઇ જાય ત્યારે એની લાશ માં ખેંચાણ અને વિસર્જન જેવા પરિવર્તન થવા લાગે છે.
ડોક્ટર ક્યારે પણ રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ નથી કરતા. શું તમે એના વિશે જાણો છો? જો નહિ તો ચાલો જાણી લઈએ. રાત્રે ડોક્ટર શા માટે લાશ નું પોસ્ટમોર્ટમ નથી કરતા? જાણી લઈએ એના વિશે ની ખતરનાક હકીકત વિશે..
વૈજ્ઞાનિક કારણ :
રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ નહિ કરવા નું સાચું કારણ રોશની હોય છે, કારણકે રાતના સમયે ટ્યુબલાઈટ અને LED ની રોશની માં ઘાવ નો લાલ રંગ આપણને રીંગણી રંગ નો દેખાવા લાગે છે. ઘાવ નું નિશાન સુરજ ની રોશની માં જ યોગ્ય દેખાય છે. અને જયારે રાત્રે LED ની રોશની માં ઘાવ નું નિશાન રીંગણી રંગ નું દેખાય છે તો ફોરેસિક સાઈન્સ માં એનો ઉલ્લેખ નથી થઇ શકતો.
ધાર્મિક કારણ :
એ સિવાય હિંદુ ધર્મ માં રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ કરવાની પરવાનગી નથી. એટલા માટે ડોક્ટર ક્યારેય પણ રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ નથી કરતા. રાત ના સમયે લાશ નું પોસ્ટમોર્ટમ કરતા કુત્રિમ રોશની માં ઘાવ ના રંગ અલગ અલગ દેખાવા લાગે છે. એટલા માટે ડોકટરો ને કોર્ટ પણ રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ કરવા માટેની પરવાનગી આપતા નથી. જેના કારણે ડોક્ટર રાત્રે લાશ નું પોસ્ટમોર્ટમ કરતા પહેલા જ ઇનકાર કરી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.