ગુજરાત(Gujarat): જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા રાત દિન મહેનત કરીને તૈયારીઓ કરવામાં આવે છે અને જયારે પરીક્ષા આપવાનો દિવસ આવે ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી(Junior Clerk’s Paper Leak) ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે સરકારે ફરી સાબિત કરી દીધું છે કે, વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં પોતે જ ‘ફેલ’ છે.
વારંવાર બનતી આ ઘટનાઓના કારણે અનેક સવાલ પેદા થાય છે કે, ગુજરાતમાં ક્યાં સુધી આ પ્રકારે પેપર ફૂટતા રહેશે અને વિદ્યાર્થીઓના સપના તૂટતા રહેશે. સરકાર વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં નિષ્ફળ રહે છે. સવાલ એ પણ થાય છે કે શું પેપર લીકમાં કોઈ મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા છે?
મહત્વનું છે કે, પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા પછી આ પરીક્ષા રદ્દ કરી દેવામા આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરવામાં આવી છે. આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવવા જઈ રહી હતી. પરંતુ આ જુનિયર ક્લાર્ક પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરી દેવામાં આવી છે. ત્યારે આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ અંગે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
હાલમાં તો આ પેપર લીકને લઈને પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. એક યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવામાં આવતા આખરે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોના સપના તૂટ્યા છે.
મહત્વનું છે કે, પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરવામાં આવશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં ખડકી દેવામાં આવ્યો હતો. જુદા જુદા જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા માટે ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે. વિનામુલ્યે મુસાફરી કરવા માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં એક પણ રૂપિયો દીધા વગર જ મુસાફરી કરી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.