ભારતીય ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણેની પત્ની રાધિકા ધોપાવકરે શનિવારે લક્ષ્મીજીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના જન્મની સાથે જ રહાણે પિતા બની ગયો છે. અને હાલ રહાણેના પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યું છે. અને લક્ષ્મીનીના આગમનથી દરેક લોકો ખુબ રાજીના રેડ છે.
રહાણેના પિતા બનવાની ખુશીમાં ટીમ ઈન્ડિયાના ઓફ બ્રેક સ્પિનર હરભજન સિંહે ટ્વીટર પર લખ્યું, શહેરના નવા ડેડી (પિતા)ને હાર્દિક શુભેચ્છા, આશા છે કે મમ્મી અને નાની રાજકુમારી સ્વસ્થ હશે.
Congratulations new daddy in town @ajinkyarahane88 hope Mum and lil princess ? are doing well.. fun part of life starts now ajju. #fatherhood
— Harbhajan Turbanator (@harbhajan_singh) October 5, 2019
અજિંક્ય રહાણેએ 2014માં તેની બાળપણની મિત્ર રાધિકા ધોપાવકર જોડે લગ્ન કર્યા હતા. રાધિકા અને રહાણે એકબીજાને તેમના સ્કુલ ટાઈમથી ઓળખતા હતા.
હાલમાં તો રહાણે ઘર આંગણે સાઉથ આફ્રિકા સીરીઝ સામેની ટેસ્ટ સીરીઝમાં વ્યસ્ત છે. રહાણેએ પહેલી ઈનિંગમાં 43 બોલનો સામનો કરીને 15 રન બનાવ્યા હતા. અને ખાસ તેમને રમવાનો કોઈ ચાન્સ મળ્યો ના હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.