ગીર-સોમનાથ(Gir-Somnath): જીલ્લામાં અવાર નવાર રસ્તાઓ પર સિંહ આટા મારતા જોવા જ મળતા હોય છે. પરંતુ આ વખતે તો આખે આખું સિંહોનું ટોળું લટાર મારતું જોવા મળ્યું હતું. જેના CCTV પણ સામે આવ્યા છે. આ સિંહના ટોળાની લટારનો વીડિયો જૂનાગઢના તાલાલા ગામેથી સામે આવ્યો છે, જેમાં એકસાથે નવ જેટલા સિંહ દેખાઈ રહ્યા છે.
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના જૂનાગઢના તાલાલા ખાતે આવેલી સોસાયટીમાં 9 સિંહો ઘુસ્યા. સિંહોએ અહીં બે ગાયોનો શિકાર કર્યો હતો. રાત્રીના અંધારામાં તાલાલામાં રખડતા આ સિંહોનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તમામ સિંહો એકસાથે જોવા મળે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, જૂનાગઢનાં તાલાલાનાં ઘરેશ્વર સોસાયટી વિસ્તારમાં બુધવાર-ગુરુવારની મધ્યરાત્રિએ એકસાથે 9 સિંહો શિકારની શોધમાં ઘૂસ્યા હતા. આ પછી આ સિંહોએ બે ગાયોનો શિકાર કર્યો હતો. સિંહોની ગર્જના સાંભળીને અહીંના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેઓએ આ વિસ્તારમાં સિંહો ફરતા હોવાનો વીડિયો બનાવ્યો હતો.
આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ વિસ્તારમાં એક સાથે 9 સિંહો ઘૂમી રહ્યા છે. 30 સેકન્ડના આ વીડિયોમાં સિંહો પથ્થરની દિવાલ પર ચડતા જોવા મળે છે. આ પછી બધા અંધારામાં અદૃશ્ય થઈ જાય છે.
લોકોમાં ભય, વન વિભાગને અપાઈ માહિતી
રહેણાંક વિસ્તારમાં સિંહોના ટોળાને દેખાતા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. તે લોકોએ આ અંગેની માહિતી વન વિભાગને આપી હતી. લોકોનું કહેવું છે કે આટલા બધા સિંહોને એકસાથે જોયા બાદ તેઓ ઘરની બહાર નીકળતા ડરી ગયા છે. રાત્રે ઘરની બહાર નીકળવું વધુ જોખમી બની શકે છે. અમે સિંહોના ટોળા અંગે વન વિભાગને જાણ કરી છે. આ સાથે વીડિયો પણ મોકલવામાં આવ્યો છે.
અગાઉ પણ જોવા મળ્યા હતા 8 સિંહ
અગાઉ 15 ફેબ્રુઆરી 2023ના રોજ અમરેલીના રાજુલાના રામપર ગામમાં 8 સિંહો રાત્રીના સમયે રખડતા જોવા મળ્યા હતા. ગામમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સિંહો કેદ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, સિંહો શિકારની શોધમાં લાંબા સમય સુધી ભટક્યા બાદ ગામ છોડીને ભાગી ગયા હતા. જ્યારે સવારે ગામમાં સિંહોના આગમનના સમાચાર વાયુવેગે ફેલાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.