ગુજરાત(Gujarat): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. થોડા દિવસ પહેલા એક કાર પલટી મારી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે આજે એક રીક્ષા પલટી મારી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. બનાસકાંઠા(Banaskantha)ના દિયોદર(Diyodar)ના રૈયા નજીક રીક્ષા પલટી મારી જવાને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
મહત્વનું છે કે, આ અકસ્માતમાં જેમાં પાંચ વિદ્યાર્થિનીને ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે, વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપી રિક્ષામાં પરત ઘરે જતી હતી તે સમયે અચાનક રીક્ષા ચાલુકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી.
વિધાર્થીઓને હોસ્પિટલ દાખલ કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવ સતત સામે આવી રહ્યા છે. જેમાં આજે દિયોદરના રૈયા નજીક કેટલીક વિદ્યાર્થિની પરીક્ષા આપી પોતાના ઘરે રીક્ષામાં બેસી પાછા ફરી રહ્યા હતા, આ સમય દરમિયાન રસ્તા પર અચાનક એક એક્ટિવા આવી જવાને કારણે રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેને કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, રીક્ષામાં સવાર વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. જોકે, રીક્ષા પલટી મારી જવાને કારણે આજુબાજુ રહેલા લોકો નજીક દોડી આવ્યાં હતા અને વિદ્યાર્થિનીઓને સારવાર માટે 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.