BCCI / જાહેર થયું ટીમ ઇન્ડિયાનું કોન્ટ્રાક્ટ લીસ્ટ… આ ખેલાડીઓ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ

ખેલાડીઓનો વાર્ષિક કરાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે જાહેર કર્યો છે. આ જાહેર કરેલ કરાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 સુધી લાગુ રહેશે. દર વર્ષે ખેલાડીઓને BCCI A+, A, B અને C આમ ચાર શ્રેણીઓમાં વિભાજિત કરે છે. શ્રેણીઓ અનુસાર A+ કેટેગરીમાં જે ખેલાડીઓ હોય તેમને 7 કરોડ, A કેટેગરીમાં હોય તેને 5 કરોડ, B કેટેગરીમાં હોય તેને 3 કરોડ અને C કેટેગરીમાં હોય તેને 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે A+ કેટેગરીમાં એક નવો ખેલાડી દાખલ થયો છે.

BCCIએ દર વખતની જેમ કેપ્ટન રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને વિરાટ કોહલીને વાર્ષિક કરારની A+ કેટેગરીમાં સ્થાન આપ્યું છે. ગયા વર્ષે પણ આ આ ખેલાડીઓને આ જ શ્રેણીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે આ A+ કેટેગરીમાં એક નવું નામ પણ ઉમેરાયું છે.

આ વર્ષે રવિન્દ્ર જાડેજાને પણ A+ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા ગયા વર્ષ સુધી ખેલાડીઓની A શ્રેણીમાં સામેલ થતો હતો અને તેમને BCCI તરફથી વાર્ષિક રૂ.5 કરોડ મળતા હતા. પરંતુ આ વર્ષે ચાર ખેલાડીઓને BCCI તરફથી 7 કરોડ રૂપિયા પગાર આપવામાં આવશે.

ઘણા સ્ટાર ખેલાડીઓના નામ A શ્રેણીમાં છે. A શ્રેણીમાં હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને ઋષભ પંત ના નામનો સમાવેશ થઇ છે. A કેટેગરીના ખેલાડીઓને BCCI વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર આપશે. B કેટેગરીમાં ચેતેશ્વર પુજારા, સિવાય શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને BCCI વર્ષે 3 કરોડ રૂપિયા આપશે.

ત્યારે C કેટેગરીમાં પણ ઘણા ખેલાડીઓ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેનું નામ એક પણ કેટેગરીમાં સામેલ કરવામાં અવાયું નથી. શાર્દુલ ઠાકુર, ઈશાન કિશન, શિખર ધવન, કુલદીપ યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, સંજુ સેમસન, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ અને કેએસ ભરતના નામનો સમાવેશ C કેટેગરીમાં થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *