સુરતના મોટા વરાછામાં હાઇરાઈઝ બિલ્ડીંગોમાં બ્રાન્ડેડ બુટ ચોરતો ચોર કેમેરામાં કેદ

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક ચોરીની ઘટના(Theft incident)ઓ સામે આવતી રહે છે. જેમાં તસ્કરો સોના ચાંદીના ઘરેણા કે રોકડ રકમ ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે. મહત્વનું છે કે ગટરના ઢાંકણા પણ તસ્કરો ચોરી જતા હોય છે. પરંતુ હવે પરંતુ હવે સુરતમાં લોકોના મોંઘા ડાટ બુટની ચોરી થવાની ઘટના સામે આવી છે. વાત કરવામાં આવે તો આ ચોરીના સીસીટીવી ફૂટેજ(CCTV footage) પર સોશિયલ મીડિયા પર વાયરલ(Viral video) થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક ઈસમ બ્રાન્ડેડ બુટની ચોરી(Steal branded boots) કરી ત્યાંથી સ્થળેથી ફરાર થઈ જાય છે.

મહત્વનું છે કે સુરત શહેરમાં હવે લોકોના બુટ પણ સુરક્ષિત રહ્યા નથી એટલે કે બુટ ચોરી થવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે શું કોઈ બુટની ચોરી કરી શકે? હા સુરતમાં આ પ્રકારની ચોરી થઈ રહી છે. જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ હાઈરાઈઝ બિલ્ડીંગ માંથી બ્રાન્ડેડ બુટ ની ચોરી થવાની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે. આ સીસીટીવી વીડિયોમાં જોઈ શકાય છે કે એક આધેડ ઉંમરનો વ્યક્તિ લોકોના ઘરની બહાર રહેલા બૂટની ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુટ ચોરી થવા જેવી મામૂલી ઘટનાઓમાં લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળી દેતા હોય છે, તો બીજી બાજુ આવી રીતે બ્રાન્ડેડ બુટ ચપ્પલ ચોરી કરી ચોર બજારમાં વહેંચી દેતા હોય છે તે પ્રકારની માહિતી પણ સૂત્રો પાસેથી મળી છે. ત્યારે આ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોને જોઈને લોકોની માંગ છે કે આ ચોર વહેલી તકે પકડાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *