જયારે પણ દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસની વાત થાય કે, યાદ આવે ત્યારે કંપારી છૂટી જાય છે. ત્યારે શ્રદ્ધા મર્ડર કેસ જેવો એક બનાવ ગુજરાત માંથી સામે આવ્યો છે. એક દંપતીએ સાથે મળીને નિર્દયતાથી યુવકની લાશના ટુકડા કર્યા હતા. એક મિત્રએ તેની પતિ સાથે મળીને તેના પીઠમાં ખંજર ભોંક્યુ હતું. ત્યાર બાદ માથુ ધડથી અલગ કરી લાશના ટુકડાઓ થેલાઓમાં ભરી ઓઢવમાં ફેંકી દીધા હતા.
મળેલી માહિતી અનુસાર બાપુનગરમાં રહેતો મોહંમદ મેરાજ પઠાણ 22 જાન્યુઆરીથી ગુમ થયા હતા. તેઓ તેમની પત્નીને કહીને ગયા હતા કે, હું થોડી વારમાં ઘરે પરત આવું છે. જ્યાર બાદ તે ઘરે પરત ફર્યો ન હતા. ત્યાર બાદ પરિવારના લોકોએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાનો રિપોર્ટ કર્યો હતો. પોલીસને ફરિયાદ મળ્યા તેમણે મોહંમને શોધવાનું કાર્ય શરુ કર્યું હતું. પરંતુ ત્રણ મહિના સુધી મોહંમદ મેરાજના કોઈ સમાચાર મળ્યા ન હતા. મોહંમદની હત્યાના રહસ્ય પરથી ત્રણ મહિના બાદ પડદો ઉંચકાયો હતો.
પોલીસે જયારે પરિવારજનો સાથે વાત કરી ત્યારે પરિવારના લોકોએ કહ્યું હતું કે, મોહમદ મેરાજ મિત્ર ઇમરાન ઉર્ફે સુલતાનના ઘરે અવાર-નવાર જતો હતો. મોહંમદ જ્યારે પણ ઈમરાનનો ફોન આવે ત્યારે તેને મળવા માટે જતો હતો. ઇમરાન ઉર્ફે સુલ્તાનની પત્નીનું નામ રીઝવાના ઉર્ફે નેહા છે. પોલીસને શંકા થઇ કે, મોહંમદ મેરાજના ગુમ થવા પાછળ ઈમરાનનો હાથ છે. પોલીસને તપાસ દરમિયાન જાણ થઇ મોહંમદની હત્યા ઈમરાન અને તેની પત્નીએ મળીને કરી હતી.
મોહંમદ ઈમરાનનો મિત્ર હોવાથી અવાર-નવાર ઘરે આવતો અને પત્ની નેહાની તે છેડતી કરતો હતો. તેથી ઈમરાને મોહંમદની હત્યા કરી હતી. નેહાએ મોહંમદ મેરાજને સરપ્રાઈઝ ગિફટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ નેહાએ મોહંમદની આંખો પર દુપટ્ટો બાંધ્યો હતો. ત્યારે ઇમરાને મોહંમદના પેટના ભાગે તલવાર ધુસાડી આરપાર કરી હતી અને મોહંમદનું કરુણ મોત નિપજ્યુ હતું.
ત્યાર બાદ ઈમારાને મોહંમદનું માથું ધડથી અલગ કર્યુ હતું અને ત્યાર બાદ તેની લાશના ટુકડા કર્યા હતા. તેનો નિકાલ કરવામાં સરળતા રહે તેથી લાશના ટુકડા કર્યા હતા. કચરાના ઢગલામાં મોહંમદનું માથુ ફેકી દીધું હતું અને લાશના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી એક સ્કુટી પર મુકી ઓઢવ ફાયર બ્રિગેડ પાછળ કેનાલમાં ફેંકી દીધા હતા. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.