સુરત(surat): આજકાલ સતત દેશનું યુવાધન ઉંધા રવાડે ચડી રહ્યું છે. પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વારા મહિલાના ઘરે દરોડો પાડી રૂ 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબ્જે કર્યું છે, અને મહિલાની ધરપકડ કરી છે.
હાલમાં શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાનની શરુ કરવામાં આવી છે. આ અભયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સુરત SOG પોલીસે ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે કુખ્યાત ડ્રગ્સ ડીલર ઈસ્માઈલ ગુજ્જરની પત્નીને ઝડપી પાડવામાં આવી છે. પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી રૂ 50.70 લાખની કિમતનું ડ્રગ્સ કબ્જે કર્યું હતું ત્યારે બીજાને નસાનું વેચાણ કરી જીવન બરબાદ કરનાર મહિલાની પોલીસે ધરપકડ કરતાં મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી.
પત્ની પણ કરતી હતી ડ્રગ્સનું વેચાણ
સુરત પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુરત પોલીસે શહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતા ઇસમોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન સુરત SOG પોલીસે કુખ્યાત ડ્રગ ડીલર ઈસ્માઈલ ગુર્જરની પત્નીની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી છે. જ્યારે પોલીસે મહિલાના ઘરે દરોડો પાડી 50.70 લાખની કિંમતનો ડ્રગ્સ કબજે કર્યો હતો.
સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારનો કુખ્યાત ડ્રગ ડીલર ઈસ્માઈલ ગુર્જર છેલ્લા ઘણા મહિનાઓથી ડ્રગ્સના કેસમાં લાજપોર જેલમાં બંધ છે, જ્યારે તેની પત્ની હીના તેનું ડ્રગ્સ રેકેટ ચલાવી રહી છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. તેના ઘરમાંથી દાણચોરી કરી હતી. ગુપ્ત બાતમીના આધારે એસઓજી પોલીસે રાંદેર મોરાભાગલ ખાતે તેના ઘરે દરોડો પાડ્યો હતો.
SOG પોલીસે લાખોના નશીલા પદાર્થો સાથે મહિલાની ધરપકડ
પોલીસે ઘરમાંથી રૂ. 50.70 લાખની કિંમતનો 507 ગ્રામ મેફેડ્રોન ડ્રગ, રૂ. 50 હજારની કિંમતનો મોબાઈલ ફોન, રોકડા રૂ. 10 હજાર મળી કુલ રૂ. 51.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત ડ્રગ માફિયાની પત્ની હીનાની ધરપકડ કરી હતી. પોલીસની કડક પૂછપરછ બાદ જાણવા મળ્યું કે તેનો પતિ ઇસ્માઇલ ગુર્જર છેલ્લા આઠ મહિનાથી ડ્રગ્સના કેસમાં લાજપોર જેલમાં બંધ છે. તેથી તેણીએ તેના પતિની ગેરહાજરીમાં ડ્રગ્સનો વ્યવસાય સંભાળી લીધો અને ડ્રગ પેડલર્સને ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું.
SOG પોલીસે ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા હિનાની ધરપકડ કરતા તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. અત્યાર સુધી ડ્રગ્સનું વેચાણ કરી યુવાનોને નશાના રવાડે ચડાવી જીવન બરબાદ કરી રહી હતી ત્યારે તેને આ નસાનો કારોબાર સોનાની ખાણ જેવો લાગતો હતો. પતિની ધરપકડ થયા હોવા છતાં મહિલાને ભાન થયું ન હતું અને હવે જ્યારે પોલીસે તેની ધરપકડ કરી લીધી ત્યારે તેને પશ્ચયાતાપ થવા લાગ્યો હતો.
અત્યાર સુધીમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત : સુરત પોલીસ કમિશનર
સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં સપ્ટેમ્બર 2020 થી ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાનના ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે.
પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 85 કેસમાં 15 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગયા આ અભિયાન હેઠળ કુલ 257 આરોપીઓની ડ્રગ્સના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં ઓડિશાના 57, મહારાષ્ટ્રના 25, રાજસ્થાનના 21, મુંબઈમાં રહેતા એક નાઈજીરીયન, મધ્યપ્રદેશના 1, હિમાચલના 5 અને સુરત શહેર અને અન્ય જિલ્લામાંથી કુલ 147 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આમ અત્યાર સુધીમાં કુલ 257 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.