ઘરની બહાર નીકળતા પહેલા આ વાંચી લેજો- અંબાલાલ પટેલે વરસાદની સાથે કરી બફાઈ જઈએ તેવી ગરમીની આગાહી

ગુજરાત(Gujarat): રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rain) ઉભું રહેવાનું નામ નથી લઇ રહ્યો, ત્યારે હવે ફરી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. એટલે હવે ગરમી માટે તૈયાર રહેજો. 2 દિવસ પછી 2 ડિગ્રી તાપમાન વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી(Rain forecast) કરવામાં આવી છે. આગામી 17 અને 18 એપ્રિલના રોજ અમદાવાદમાં યલો એલર્ટ(Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે અને હિટ એક્શન પ્લાન હેઠળ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મહત્વનું છે કે, 41 થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલો એલર્ટ આપવામાં આવે છે. પરંતુ 19 એપ્રિલના રોજ રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વરસાદ ખાબકવાની શકયતા જોવામાં આવી છે. ગત રોજ અમદાવાદમાં સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે.

ત્યારે હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલ પટેલે જણાવતા કહ્યું છે કે, એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તારીખ 10થી 16 એપ્રિલ વચ્ચે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવતા કહ્યું છે કે, અખાત્રીજના દિવસે પણ માવઠું ખાબકી શકે છે. ત્યારે મે મહિનામાં 2થી 8 મે વચ્ચે ફરીથી વરસાદ પડશે. સાથે મે મહિનામાં પ્રિમોન્સુન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે. તો જૂનમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે. એટલું જ નહી પણ દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં પવન સાથે વરસાદ ખાબકી શકે છે. તો 17 જૂનની આસપાસ ભારે પવન સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *