2017 વિધાનસભા ચૂંટણી પહેલા અને લોકસભા ચૂંટણી પહેલા અનેક પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકરો અને કન્વીનરો ભાજપના કેસરી એ રંગાઈ ગયા હતા. વધ્યા ઘટ્યા પાસ કાર્યકરો અને કન્વીનરો કોંગ્રેસ કે એનસીપીમાં સેટલ થઈ ગયા હતા હવે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન મૃતપ્રાય બની ગયું છે. ત્યારે હજુ પણ ભારતીય જનતા પાર્ટીને પાંચના કાર્યકરોની જરૂર હોય તેવી રીતે વધુ એક કન્વીનર ને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
મળતી વિગતો અનુસાર મહિસાગર જિલ્લાના પાસ કન્વીનર અને એનસીપીમાં યુવા મોરચામાં હોદ્દો ધરાવતા વિરેન્દ્ર પટેલ ભાજપ પ્રવેશ કરી લીધો છે. જે અંગેનો એક વિડીયો પૂર્વ પાસ કન્વીનર અને હાર્દિક પટેલના સાથે અને હાલમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ના રાજદ્રોહના કેસમાં સાક્ષી બનેલા ચિરાગ પટેલે facebook માં અપલોડ કર્યો છે. જેમાં વિજય રૂપાણી વિરેન્દ્ર પટેલ ને ભાજપનો ખેસ પહેરાવી રહેલા હોય તેવું દેખાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.