TAT પાસ કરેલા ઉમેદવાર માટે ખુશીના સમાચાર- રાજ્ય સરકાર દ્વારા જાણો શું લેવાયો મોટો નિર્ણય

TAT Exam News: ગુજરાતમાં TAT પાસ કરેલા ઉમેદવાર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો ચાલુ વર્ષથી નવી શરૂ થઈ રહેલી શાળાઓમાં TAT પાસ શિક્ષકોને જ લેવા આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. જે TAT પાસ કરેલા ઉમેદવાર (TAT exam paper) માટે ખુશીના સમાચાર કહી શકાય.

મહત્વનું છે કે, જ્ઞાન શક્તિ રેસિડિયન્સિલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ અને જ્ઞાન શક્તિ ડે સ્કૂલમાં TAT પાસ જ શિક્ષકો લેવા આદેશ આપવામાં આવ્યો છે. એટલે કે વર્ષોથી TAT પાસ કરીને બેઠેલા ઉમેદવારોને તક મળશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં શિક્ષક બનવું હશે તો હવે TAT પાસ કરવા માટે 2 વાર પરીક્ષા આપવી પડશે. પહેલી પરીક્ષા પાસ કરનારને જ બીજી પરીક્ષા આપવા મળશે. રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. એટલે કે ઉમેદવારે શિક્ષક બનવું હશે તો બે પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે. નવી પદ્ધતિ અનુસાર, દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિમાંથી ઉમેદવારે પ્રસાર થવાનું રહેશે. પહેલી પરીક્ષા ક્લિયર કરનાર ઉમેદવારને જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.

પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની જ્યારે બીજી વરણાત્મક પરીક્ષા રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને નિર્ણય લેવામાં આવ્યો હતો.

એટલે કે,હવેથી નવી શિક્ષણ નિતિ મુજબ બે પરીક્ષા લેવામાં આવશે. જેમાં (1) શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને (2) શિક્ષક અભિરુચી કસોટી ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષા લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ બન્ને પરીક્ષાનુ આયોજન કરવામાં આવશે. પ્રથમ પ્રીલિમનરી પરીક્ષા બાદમાં મુખ્ય પરીક્ષા લેવાશે એટલે કે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. શિક્ષણ વિભાગે નવી શિક્ષણ નિતિ મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *