GSEB SSC/HSC Result 2023 Date: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજાયેલી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા (Std 10 and 12 Exam Result)ના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી (Board Exam Result)ઓ માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવવા જઈ રહ્યો છે.
GSEB SSC, HSC Result 2023 Live:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો વાત કરવામાં આવે તો, ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા અપડેટ સામે આવી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અઠવાડિયામાં જ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આજુબાજુ જાહેર થઈ શકે છે. ધોરણ 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓના પરિણામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ તમામ પરિણામો ગુજરાત બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે. જોકે, આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મહત્વનું છે કે, ધોરણ 10ના 9.50 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને જ્યારે ધોરણ 5.65 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે:
જો વાત કરવામાં આવે તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓના પરિણામ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકે છે અને આ સાથે વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. ત્યારબાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો જોઈ શકશો.
આ રીતે ચેક કરી શકશો રિઝલ્ટ:
સ્ટેપ 1માં પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ. સ્ટેપ 2માં વેબસાઈટ પર GSEB HSC Result 2023 અથવા GSEB SSC Result 2023 લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3માં પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો. સ્ટેપ 4માં તે પછી Submit બટન પર ક્લિક કરો. સ્ટેપ 5માં GSEB Result 2023 સ્ક્રીન પર પ્રદર્શિત થશે. સ્ટેપ 6માં ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.