RBI recruitment 2023: જે યુવક-યુવતીઓ બેંક માં નોકરી કરવા માંગે છે તેમના માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ભરતી બહાર પાડી છે. જેઓ RBIમાં નોકરીની અપેક્ષા રાખે છે તેઓ કોઈપણ વિલંબ વિના તરત જ અરજી કરી શકે છે.આ માટેની અરજી પ્રક્રિયા 13 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.જેઓ RBI(RBI recruitment 2023) સહાયક માટે અરજી કરવા માંગે છે તેઓ RBIની સતાવાર વેબસાઈટ.rbi.org.in પર જઈને અરજી કરી શકે છે.ઉમેદવારો આ પોસ્ટ માટે 4 ઓક્ટોબર અથવા તે પહેલાં અરજી કરી શકે છે.
RBIની આ ભરતીમાં કુલ 450 સહાયક પદો પર ભરતી થવાની જાહેરાત કરી છે. જો તમે પણ RBIમાં નોકરી મેળવવા ઈચ્છો છો, તો અરજી કરતા પહેલા આ બાબતો ધ્યાનથી વાચી લેજો.
અરજી કરવા માટે સ્નાતક હોવું આવશ્યક છે
જો કોઈ પણ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે તેની પાસે 1 સપ્ટેમ્બર 2023 સુધીમાં કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય SC, ST અને PWD ઉમેદવારો માટે કોઈ ન્યૂનતમ ગુણની આવશ્યકતા રાખવામાં આવી નથી. પરંતુ તે લોકો માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.
ભાષાનું જ્ઞાન હોવું જોઈએ
ચોક્કસ ભરતી કચેરીમાં કોઈપણ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોને બધી ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે. ઉપરાંત ભરતી કચેરી જે રાજ્ય હેઠળ આવે છે તે રાજ્યની ભાષા વાંચતા, લખતા, બોલતા અને સમજી શકતા હોવા જરૂરી છે.
RBI સહાયક ફોર્મ ભરવા માટે વય મર્યાદા
RBI આસિસ્ટન્ટ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોની 1લી સપ્ટેમ્બરના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ. તેમજ સરકારી નિયમો અનુસાર, અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી શકે છે.
પરીક્ષા ઓક્ટોબર મહિનામાં યોજાઈ શકે છે
RBI આસિસ્ટન્ટ 2023 ભરતી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટે ઓનલાઈન પ્રિલિમ પરીક્ષા 21 અને 23 ઓક્ટોબરના રોજ રાખવામાં આવી છે અને મુખ્ય પરીક્ષા 2 ડિસેમ્બરે યોજાય શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.
આ રીતે પસંદગી થશે
જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરશે તેમની પસંદગી પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ભાષા પ્રાવીણ્ય કસોટી (LPT) દ્વારા કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે ફી ભરવાની રહેશે
SC/ST/PWBD/EXS: ઉમેદવારોએ 50 રૂપિયા અને 18 ટકા GST ચૂકવવો પડશે. જનરલ/OBC/EWS: રૂ 450 અને 18 ટકા GST ચૂકવવો પડશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube