મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનને લઈને રાજ્યસભામા આજે રિપોર્ટ રજૂ કરશે અમિત શાહ

કેન્દ્રની મોદી સરકાર આજે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે રાજ્યસભામાં અહેવાલ રજૂ કરવા જઇ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપલા ગૃહમાં રાષ્ટ્રપતિ શાસનથી સંબંધિત અહેવાલ આપશે. મહારાષ્ટ્રમાં કોઈપણ પક્ષ સરકાર ન બનાવી શકે તેવી સ્થિતિમાં, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી, ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું.

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શંકાઓ સમાપ્ત થતી નથી. મંગળવારે કોંગ્રેસ અને એનસીપીની બેઠક મુલતવી રાખવામાં આવી હતી.હવે આ બેઠક આજે એટલે કે, બુધવારે રાખવામાં આવી છે. અગાઉ એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, જે લોકો સરકાર બનાવવા માંગે છે તેઓએ પ્રશ્નો પૂછવા જોઈએ. શરદ પવારના નિવેદનનો જવાબ આપતા શિવસેના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, પવાર શું કહે છે તે સમજવા માટે વ્યક્તિએ 100 વખત જન્મ લેવો પડશે. પવાર અને અમારા જોડાણની ચિંતા કરવાની જરૂર નથી.

તમને જણાવી દઇએ કે, ભાજપ અને શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ગઠબંધનમાં લડ્યા હતા, જ્યારે કોંગ્રેસ-એનસીપીએ આ ચૂંટણી અલગ ગઠબંધનમાં લડ્યા હતા. ભાજપ 288 સદસ્યોની વિધાનસભાની 105 બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, જ્યારે શિવસેનાએ 56 બેઠકો જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *