સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવક પોતાની બાળકીને જ ખોળામાં રાખીને ‘સ્તનપાન’ કરાવી રહ્યો છે. 17 નવેમ્બરના રોજ એક ટ્વિટર એકાઉન્ટથી વિડીયો અપલોડ કરેલો છે. ઓછામાં ઓછા 47 લાખ લોકોએ આ વિડિઓ જોયો છે. ઘણા લોકોએ વીડિયો જોયા પછી પિતાની પ્રશંસા કરી છે.
એક ટ્વિટર યુઝર એ 8 સેકંડનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘તે બાળકીની માતા નહતી અને તે બોટલમાંથી દૂધ પી રહી નહતી. તેથી મારે તેને સ્તનપાન કરાવવું પડ્યું. તે ખુબજ રમુજી હતું.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પિતા પોતાના બાળકને છાતી પાસે પકડી રાખે છે. અને શર્ટની અંદરથી, તેઓ બોટલ દ્વારા બાળકને દૂધ આપી રહ્યા છે. કારણ કે, બાળકી સીધી બોટલમાંથી દૂધ પીતી નહતી.
જો કે સંબંધિત વ્યક્તિ વિશે વધુ માહિતી બહાર આવી નથી. એક વ્યક્તિએ લખ્યું: મને આ નવીનતા ગમે છે. આ બાળક માટે પિતાનો શુદ્ધ પ્રેમ છે. શેર કરવા બદલ આભાર.
એક વપરાશકર્તાએ વીડિયો પર કહ્યું કે, ‘મહિલાઓને સમાન ટેકાની જરૂર છે. દરેક વ્યક્તિએ નોંધ લેવી જોઈએ. તે જ સમયે, કેટલાક લોકોએ એમ પણ લખ્યું હતું કે, માતા અને પિતાને સ્તનપાન કરાવવાનો તફાવત હવે સમજાય છે, પરંતુ તે સતત દૂધ પીતી રહે છે.
વિડિઓ જુઓ અહીં…
He said
“Her mama gone and she wouldn’t take the bottle, so I had to trick her” ???
This is so funny, i’m crying ?.
DAD of the YEAR ❤ pic.twitter.com/HVK7f8LbV6
— StanceGrounded (@_SJPeace_) November 17, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.