આ વર્ષે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું રહેશે ‘જોરદાર’! હવામાન એજન્સી સ્કાયમેટની મોટી આગાહી, હાલ આ વિસ્તારો પર સંકટના એંધાણ

rain in Gujarat: ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી સામે આવી રહી છે. ગુજરાતના પલટાયેલા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બીજી બાજુ હવામાન વિભાગએ એક સારા સમાચાર આપી રહ્યા છે. આ સમાચારથી જગતના તાતને તો ખુબ જ રાહત મળી રહે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે. કારણ કે અલ નીનોનો (rain in Gujarat) પ્રભાવ ઓછો થઈ રહ્યો છે. જેથી કરીને ચોમાસા માટે સારા માહોલનો સંકેત મળી રહ્યો છે.

રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે. રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ચુકી છે. જોકે, આવનાર 5 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. પરંતું રાજ્યમાં આવનારી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સર્જાતા પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. રાજ્યમાં આવનારી 10 અને 11 તારીખ વરસાદની આગાહી કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ અનુસાર પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 11 એપ્રિલે સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લી ,મહીસાગર દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદના કારણે કેરી સહિતના બાગાયતી પાક અને ઘઉં, જીરૂ સહિતના ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

મળતી માહિતી અનુસાર, ભારતના કૃષિ ક્ષેત્ર માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ખુબ મહત્વનું છે. જે દેશમાં લગભગ 70 ટકા વાર્ષિક વર્ષાની આપૂર્તિ કરે છે. દેશના કૃષિ ક્ષેત્રનું GDPમાં યોગદાન લગભગ 14 ટકા છે અને અંદાજે 1.4 અબજ વસ્તીમાંથી અડધા વધુને રોજગાર આપે છે. વરસાદ ઓછો પડે તો દેશની અર્થવ્યવસ્થા પર તેની બહોળી અસર પડે છે. ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે.

માર્ચ, એપ્રિલ અને મે મહિનાને પ્રી-મોન્સૂન કહેવામાં આવે છે. આ મહિનાઓમાં તાપમાન વધવાનું શરૂ થાય છે અને ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં વાવાઝોડા સાથે વરસાદ અને તીવ્ર પવન હોય છે. આવનાર થોડા દિવસોમાં વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.

ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે જોરદાર પવન પણ આવી શકે છે. આગામી કેટલાક દિવસો દરમિયાન પર્વતોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. દક્ષિણ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતમાં આકરી ગરમી પડશે.