ધંધાના કે ઘરના દરેક આર્થિક નિર્ણયો ખુબ સમજી વિચારીને કરવામાં આવે છે. પરંતુ ઘણી વાર ન લેવાના નિર્ણયો તમે લઈને પછતાવાનો વારો આવીને ઉભો રહે છે. આ સવાલોનો જવાબ મેળવવો એટલા માટે જરૂરી છે કારણ કે તમારી ફ્યુચર પ્લાનિંગ એક હદ સુધી આ જવાબો પર આધારિત છે. તો ચાલો અમે તમને જણાવીદએ કે માલિકના મૃત્યુ બાદ સંપત્તિ પર કોનો અધિકાર છે.
જો માલિક કોઇ વસિયત બનાવ્યા વગર જ મૃત્યુ પામે તો માલિકની સંપત્તિ તેની પત્ની અને બાળકો વચ્ચે વહેંચાય છે. જો માલિક કોઇને પોતાની સંપત્તિના નૉમીની બનાવીને ગયો હોય તો નૉમીની એક કેર ટેકર કે ટ્રસ્ટી તરીકે કામ કરે છે. નૉમીનીએ તમામ સંપત્તિ કાનૂની ઉત્તરાધિકારીને આપવી પડશે.
જો માલિક પોતાની સંપત્તિ વહેચીને અથવા વસીયત બનાવીને ગયો હોય તો જેના નામે વસિયત છે તે જ માન્ય ગણાશે. જો સંપત્તિના માલિકે ક્યાંક રોકાણ કર્યુ હોય અને નૉમિની પોતાની પત્ની કે બાળકોને નહી પરંતુ પોતાના પેરેન્ટ્સને બનાવે તો તે રોકાણમાં માતા-પિતા સહિત બાળકો અને પત્નીનો પણ હક હશે.
જો કોઇ માલિક પોતાની પાછળ વિધવા અને પારિવારિક વંશને છોડી જાય તો એક તૃતિયાંશ ભાગની સંપત્તિ વિધવાની અને બાકીની ઘરના વંશજની હશે. માલિકના રોકાણ પર વિધવા પત્ની પોતાના હકનો દાવો કરી શકે છે. ભલે તે નૉમિની હોય કે ન હોય.
જો તમારા નામે કાયદેસર રીતે સંપત્તિની ડીડી બની જાય અને શેર સર્ટિફિકેટ તમારુ થઇ જાય તો તે સંપત્તિ પર તમારો અને તમારા બાળકોનો કાયદેસરનો હક થઇ જાય છે, તમારો પહેલો હક હોવાના કારણે તમે જીવંત હોવ ત્યાં સુધીમાં તે સંપત્તિ કોઇપણ વ્યક્તિના નામે કરી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.