એક સમય હતો કે જ્યારે રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત થયેલા ડીએસપી દેવેન્દ્રસિંહ આતંકવાદીઓ સાથે સવાલ-જવાબ કરતા હતા, પરંતુ શનિવારે દક્ષિણ કશ્મીરમાં તેમની એક કારમાં બે આતંકીઓ સાથે ધરપકડ કરવામાં આવી. જ્યારે પોલીસે તેમની ધરપકડ કરી ત્યારે તેઓ શ્રીનગરના એરપોર્ટ પર જમ્મુ કાશ્મીર પોલીસની સુરક્ષા અને એન્ટી-હાઈજૅકિંગ યુનિટ સાથે પોતાની ફરજ બજાવી રહ્યા હતા. પરંતુ તેમની ધરપકડ બાદ 2001માં થયેલો સંસદ પર હુમલો અને જમ્મુ-કાશ્મીરના અન્ય મોટા મામલાઓમાં તેમની કથિત ભૂમિકા હોવાના સવાલ ઉઠી રહ્યાં છે.
વાત 2004ની છે, તે સમયે સંસદ ભવન પર હુમલાનો આરોપી અફઝલ ગુરુ દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતો. અફઝલે પોતાના વકીલ સુશીલ કુમારને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે ડીએસપી દેવેન્દ્રસિંહે(તે સમયે જમ્મુ કાશ્મીર પોલીસ ના ઓપરેશન ગ્રુપમાં હુમહમા માં ફરજ બજાવતા) મોહમ્મદ ને દિલ્હી લાવો દિલ્હીમાં ભાડાનું મકાન અપાવવું અને એક કાર ખરીદી દેવા માટે કહ્યું હતું. મોહમ્મદ ની ઓળખાણ એક પાકિસ્તાની ના રૂપમાં થઈ હતી, તે સંસદ પર થયેલા હુમલાને અંજામ આપનાર લોકોમાંથી જ એક હતો.
અફઝલે અન્ય એક પોલીસ અધિકારી શાંતિ સિંહનું પણ નામ લીધું હતું જેણે દેવેન્દ્રસિંહ સાથે હુમહમા એસટીએફ કેમ્પમાં કથિત રીતે તેને પ્રતાડિત કર્યો હતો. અફઝલે એ પણ લખ્યું હતું કે, “અલ્તાફ હુસૈન, જે વડગામ ના એસએસપી આશાક હુસૈન(બુખારી) નો જીજાજી હતો, તેણે દેવેન્દ્રસિંહ પાસેથી છોડાવામાં વચેટિયાની ભૂમિકા ભજવી હતી અને પછી તેણે ડીએસપી પાસે લઇ ગયો. ” અફઝલને સંસદ ભવન ઉપર હુમલા માં દોષી જાહેર કરી 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી દેવામાં આવી.
સંસદ હુમલામાં દેવેન્દ્રસિંહ ની કથા ભૂમિકાની તપાસ કરવામાં ન આવી. આ વિશે પૂછવામાં આવતા રવિવારે આઈજીપી વિજય કુમારે કહ્યું કે,”અમારા રેકોર્ડમાં આવું કંઈ નથી અને મને આ વિશે ખબર પણ નથી… અમે તેમને સવાલો કરીશું.” જમ્મુ-કાશ્મીરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે,” દેવેન્દ્રસિંહ પોતાના કર્મોને કારણે પકડાયા છે. મને નથી લાગતું કે આ વખતે તેમને કોઈ બચાવી શકે. તેમને ઘણા સવાલો પુછવામાં આવશે. તેઓ આ બંને આતંકવાદીઓને ક્યાં લઈ જઈ રહ્યા હતા? તેઓ ઘાટીને છોડી રહ્યા હતા, કારણ કે તેઓ જમ્મુ-કાશ્મીરના રસ્તે હતા. તેમની યોજના શું હતી? લગભગ દરેક ઓપરેશન જ્યાં તેઓ અને તેમના સહયોગીઓ સામેલ છે, તે બધા જ શંકાસ્પદ થઇ ગયા છે.” અધિકારીએ જણાવ્યું કે, “તેઓ આતંકવાદી રોકવાની ડ્યુટી પર કશ્મીરમાં ફરજ ઉપર હતા. તેઓ પુલવામા માં પણ ડીએસપી ના રૂપ માં ફરજ બજાવતા હતા. એક વખત તેમની પૂછપરછ થશે તો ઘણી બધી વાતોનો ખુલાસો થશે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.