ધોરણ 12 બોર્ડની પરિક્ષા આપી ઘરે જઈ રહેલા બે વિદ્યાર્થીઓના ચોંકાવનારા મોત, જાણો વિગતે

હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે  વિદ્યાર્થીઓ પરીક્ષામાં બાઇક લઈને જતા હોય છે. ત્યારે વિદ્યાર્થીઓનો અકસ્માત થવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે ગોંડલથી બોર્ડની પરીક્ષા આપીને બાઇક પર આવતા બે વિદ્યાર્થીના અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બંને વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ થતા તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, ગોંડલના મોટા દળવા ગામમાં રહેતા અભય પરમાર અને હિરેન વેકરીયા નામના બંને વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા માટે બાઇક લઈને ગયા હતા. બન્ને જ્યારે પરીક્ષા આપીને સાંજના સમયે ગોંડલથી દળવા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બંને વિદ્યાર્થીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટકકરે બંને વિદ્યાર્થીઓ ફંગોળાયા હોવાના કારણે બંનેને ગંભીર ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતની ઘટનાને કારણે ત્યાના રહેવાસીઓ ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત થયેલા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં બન્ને વિદ્યાર્થીઓનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.હાલમાં પોલીસે વિદ્યાર્થીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *