ભારતના ટેલિકોમ સેક્ટરમાં થશે Facebookની એન્ટ્રી, રિલાયન્સ Jioમાં ખરીદી શકે છે ભાગીદારી

સોશિયલ મીડિયાની દિગ્ગજ આંતરરાષ્ટ્રીય કંપની Facebook ભારતના દિગ્ગજ ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ Jio માં 10% ભાગીદારી ખરીદી શકે છે. એક આંતરરાષ્ટ્રીય આર્થિક અખબાર અનુસાર બંને ગ્રુપ જલ્દી જ સમજુતી કરી શકે છે.

લંડનના અખબાર Financial Times અનુસાર માર્ક ઝુકરબર્ગના નેતૃત્વવાળી કંપની Facebook જલ્દી જ મુકેશ અંબાણીના નેતૃત્વ વાળી કંપની જીઓમાં 10 ટકા ભાગીદારી માટે પ્રારંભિક સમજૂતી કરી શકે છે.

કેટલાનો થઈ શકે છે સોદો

આ સોદો અરબો ડોલરનો હોઈ શકે છે. રિલાયન્સ જીઓ પાસે ભારતમાં લગભગ 37 કરોડ ગ્રાહકનો આધાર છે. એનાલિસ્ટ બર્નસટીનએ આ કંપનીનું વેલ્યુએશન લગભગ ૬૦ અબજ ડોલરનું કર્યું છે, એટલે કે તેના ૧૦ ટકાની ભાગીદારી નો સોદો લગભગ છ અબજ ડોલરમાં થઈ શકે છે.

ખબર અનુસાર રિલાયન્સ અને ફેસબુક વચ્ચે આ વિશે વાત-ચીત ખૂબ આગળ વધી ચૂકી છે,પરંતુ કોરોના વાઈરસના પ્રકોપના કારણે દુનિયાભરમાં યાત્રા ઉપર રોક લગાવી દેવામાં આવી છે, જેના કારણે તેમાં અડચણ આવી ગઈ છે. આ સોદા દ્વારા ફેસબુક ભારતના ટેલિકોમ અને ડિજિટલ સેક્ટરમાં પ્રવેશ કરશે. દેખીતું છે કે જીઓ મોબાઇલ ટેલિકોમ, હોમ બ્રોડબેન્ડ, ઇ-કોમર્સ જેવા ઘણા ક્ષેત્રોમાં સક્રિય છે.

આવો છે Jioનો કારોબાર

રિલાયન્સ જીયોના કામકાજની શરૂઆત સપ્ટેમ્બર 2016 માં થઈ હતી. રિલાયન્સ જીયોના આવતાની સાથે જ ભારતીય ટેલિકોમ સેક્ટરમાં કિંમતનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. કંપની ખૂબ ઓછા દરોમાં ડેટા અને વોઈસ સર્વિસ આપે છે. આ સમયે ભારતમાં ટેલિકોમ સેક્ટર એજીઆરની સમસ્યાને કારણે તબાહ થઈ રહ્યું છે. પરંતુ રિલાયન્સ જીઓ મજબૂતીથી ટકેલી છે.જો કે કંપની પોતાના કરજને પૂરું કરી તેને શૂન્ય સુધી લાવવા માંગે છે, એટલા માટે તે ભાગીદારી વેચવા માટે કંપની પ્રયાસ કરી રહી છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાની લેટેસ્ટ અપડેટ જાણવા માટે અહિયાં ક્લિક કરો

આના પહેલા ભારતમાં ક્લાઉડ કમ્પ્યુટિંગ સેવા શરૂ કરવા માટે રિલાયન્સ માઈક્રોસોફ્ટ સાથે કરાર કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *