CM વિજય રૂપાણીના અગ્ર સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી આજે મહત્વની જાણકારી આપી હતી. અશ્વિની કુમારે કહ્યું હતું કે, હવે દરિયાખેડૂનો દરિયામાં ઉતરવાની પરવાનગી આપી દેવામાં આવી છે. હવે તેઓ દરિયો ખેડી શક્શે. માછીમારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માછીમારોને દરિયામાં જવાની છૂટ અપાઈ છે. આ સાથે જ માછલી, ઝીંગા પર હેરફેરનો પ્રતિબંધ હટાવાશે.
વિધવા બહેનોને વધારાની સહાય આપવામાં આવશે. BPL બહેનોને 1 હજાર વધારાની સહાય આપવામાં આવશે. ત્યાં જ નોન BPL 3.46 લાખ બહેનોને પણ લાભ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 9 લાખથી વધુ ફૂડ પેકેટનું રાજ્યમાં વિતરણ કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન જરૂરી સેવા માટે 3 લાખથી વધુ પાસ ઈશ્યુ કરાયા છે.
અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાના કેસ આવ્યા છતાં લોકો સુધરતા નથી- ટોળે વળ્યા
લોકડાઉન વધશે તેવી વાત ફેલાઇ જતા લોકોએ કરીયાણું ખરીદવા માટે લાઇનો લગાવી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગની પણ પાલન થઈ રહ્યું નથી. બાપુનગર વિસ્તારમાં આવેલા ઇન્ડિયા કોલોની ડી-માર્ટમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. ત્યારે આ મામલે વીડિયો વાઇરલ થતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ વિડીયો જોઇને તમે કહેશો સરકારે ડૂબી મરવું જોઈએ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news