હાલ તમે જાણતા હશ્હો કે આજ રોજ 21 દિવસના લોકડાઉનનો અંત આવવાનો હતો. અને દરેક લોકોને જાણ હતી કે લોકડાઉન માં વધારો થવાનો છે. આજ રોજ સવારે 10 વાગ્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી વાર લોકડાઉન આપી દીધું છે.
કોરોના વાયરસના સંકટના કારણે દેશમાં લોકડાઉનનો સમયગાળો વધારીને 3મે સુધી કરી દેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલાં કેટલીય રાજ્ય સરકારોએ પોતાના ત્યાં 30 એપ્રિલ સુધી લોકડાઉન વધાર્યું હતું, પરંતુ કેન્દ્ર એ આખા દેશમાં 3 મે સુધી લોકડાઉનને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. હવે બધાના મનમાં પ્રશ્ન એ છે કે આખરે લોકડાઉનને 3 મે સુધી કેમ વધારી દેવાયું છે? કેમ 3 તારીખે જ? આવા સવાલો તમને થતા હશે…
જો કે 1 મેના રોજ જાહેર રજા છે. 2 મેના રોજ શનિવાર અને 3 મે ના રોજ રવિવાર છે. આથી કેન્દ્ર સરકારે લોકડાઉનને 3 મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારને લોકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની અપીલ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે રજાને જોતા તેને 3 મે સુધી વધારી દીધું છે.
ઉલેખનીય છે કે ત્રણ દિવસની રજાના લીધે લોકો મોટી સંખ્યામાં ઘરમાંથી બહાર નીકળશે અને સોશિયલ ડિસ્ટેંસિંગને લઇ મુશ્કેલી આવશે. તેના લીધે લોકડાઉનને 3 મે સુધી વધારી દીધું છે. સૌથી પહેલાં ઓરિસ્સાએ લોકડાઉન 30મી એપ્રિલ સુધી વધાર્યું હતું. પછી પંજાબે 1 મે સુધી, મહારાષ્ટ્ર એ 30 એપ્રિલ, તેલંગાણાએ 30 એપ્રિલ, રાજસ્થાને 30 એપ્રિલ, કર્ણાટકે બે સપ્તાહ સુધી, પશ્ચિમ બંગાળે 30 એપ્રિલ અને તામિલનાડુએ 30 એપ્રિલ સુધી વધાર્યું. આ સિવાય પૂર્વોત્તરના અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને મેઘાલય પણ લોકડાઉનની મર્યાદાને 30 એપ્રિલ સુધી વધારી ચૂકયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.