સોશિયલ મીડિયા પર આજકાલ બેંગ્લોરના વિજયશ્રી નો વીડિયો ખૂબ વાયરલ થયો છે.આ વીડિયોમાં એક ડોક્ટર જેવી હોસ્પિટલથી દર્દીઓનો ઇલાજ કરી ઘરે પાછી આવે છે તો તેમની સોસાયટીના લોકોએ તેમનું તાળી વગાડી સ્વાગત કર્યું.જેવી તે પોતાની સોસાયટીના લોકોને આ રીતે સ્વાગત કરતાં જોઈ ડોક્ટર વિજય શ્રી ખૂબ ભાવુક થઈ ગઈ. જણાવી દઈએ કે કોરોનાવાયરસ મહામારીને કારણે 17મી મે સુધી lockdown જાહેર કરવામાં આવ્યું છે.
ಕಣ್ಣಿಗೆ ಕಾಣುವ ದೇವರು!
Dr. Vijayashree of Bengaluru received a heroic welcome when she returned home after tending to #COVID19 patients in MS Ramaiah Memorial Hospital.
A big thank you to all the #CoronaWarriors working selflessly on the frontline of this pandemic. We SALUTE you! pic.twitter.com/COHT4KYYE1
— M Goutham Kumar (@BBMP_MAYOR) May 2, 2020
પાડોશીઓ નો આટલો પ્રેમ અને આદર જોઈ ડોક્ટર ભાવુક થઈ ગઈ અને તેમની આંખોમાંથી ખુશીના આંસુ છલકી પડ્યા. ત્યાર બાદ ડોક્ટરે તમામ પાડોશીઓને હાથ જોડી દિલથી ધન્યવાદ કર્યા. જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.આ મહામારીએ દેશ દુનિયાના તમામ ડોક્ટરોના જીવન સંપૂર્ણ રીતે બદલી નાખ્યા છે.આ lockdown દરમિયાન ડોક્ટર સહિત ઘણા એવા લોકો છે જે બીમારીના પ્રકોપને જનતાને પોતાની સેવાઓ આપી રહ્યા છે.
આ વીડિયો અને બેંગ્લોર ના મેયર એમ ગૌતમ કુમાર એ ટ્વિટર હેન્ડલ થી શેર કર્યો છે.સાથે જ તેમણે લખ્યું છે કે એમ એસ રમૈયા મેમોરિયલ હોસ્પિટલમાં દરદીઓનો ઇલાજ કર્યા બાદ ઘરે પાછી આવતી બેંગ્લોરની ડો.વિજય શ્રીનું પાડોશીઓ દ્વારા ખાસ અંદાજમાં કરવામાં આવ્યું સ્વાગત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news