સમગ્ર દેશમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું હતું પરંતુ હાલમાં સરકાર દ્વારા લોકડાઉનમાં અમુક છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ છૂટછાટ દરમિયાન વેપારીઓ સામાન્ય જનતાની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવતા હોવાનું કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગના ધ્યાને આવ્યું છે. લોકો સામન ચીજવસ્તુઓને ઘરમાં ભરવા લાગ્યા છે જેથી આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલીઓ ન પડે. આ તકનો લાભ ઉઠાવીને અનેક જગ્યાએ દુકાનદારો જીવનજરૂીયાત વસ્તુઓના બેફામ ભાવ પડાવતા જોવા મળી રહ્યા છે. ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસૂલી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ખાદ્ય તેલ, સેનિટાઇઝર, માસ્ક, દૂધ, છાસ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ અને પાન-મસાલા સહિતની વસ્તુઓ પર સામન્ય કિમતો કરતા વધુ ભાવ લેવામાં આવી રહ્યા છે.
માપ વિજ્ઞાન તંત્રના નિયંત્રક ડી એલ પરમારે જણાવ્યું છે કે, લોકડાઉનના સમયગાળા દરમિયાન અત્યારસુધીમાં આવા 1700 જેટલા એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 1100 એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. જીવનજરૂીયાત ચીજવસ્તુઓના વેપારીઓએ જનતા પાસે વધુ ભાવ પડાવતા હોવાની ફરિયાદો દાખલ થઈ ત્યારે આ મામલાની ગંભીરતા જોતા અમદાવાદના તોલમાપ ખાતાના અધિકારીઓ તેમના વિરુદ્ધ ઝુંબેશ ચાલુ કરીને રૂપિયા 2.21 લાખ દંડ પેટે વસૂલ કર્યા છે.
આ ઉપરાંત, માપ વિજ્ઞાન તંત્રના નિયંત્રક ડી એલ પરમારે જણાવ્યું છે કે, ગાંધીનગર નિરીક્ષકોની એક ટીમ દ્વારા માણસામાં અંબિકા ટ્રેડર્સમાં રેડ પાડવામાં આવતા વિમલ પાન-મસાલા પાઉચના 28ના બદલે રૂ. 40 અને ઇગલ તમાકુના ટીનના75 રુપિયાના બદલે 200 રુપિયા વસુલવામાં આવેલ છે. ઉપરાંત બંસરી પાન, લાલસોટ પાન પાર્લર કૂડાસણ ખાતે સીગારેટના પેકેટ્સ ઉપર એમઆરપી કરતા વધુ ભાવ લેવાતા કાર્યવાહી કરવામાં આવી છે. મરી-મસાલાના પેકે્ટસ ઉપર કિંમતમાં છેકછાક કરી ગાંધીનગર સેક્ટર 6માં આવેલા વિશાલ સુપર માર્કેટ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સમગ્ર રાજ્યમાં પાન-મસાલા, ગુટખા, સિગારેટના વેપારી એકમો ખાતે કુલ 500 નિરીક્ષણ કરવામાં આવ્યા છે. જેમાં વધુ ભાવ લેવા અંગે કુલ 124 એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણામાં 30 એકમો સામે કાર્યવાહી કરી 1, 61,000 દંડ વસૂલવામાં આવ્યો છે.અમદાવાદ જીલ્લો કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત છે તેમ છતાં આ બાબત અંગે 16 એકમો સામે કાયદેસર કાર્યવાહી કરી કુલ રૂ.26,000/- ગુન્હા માંડવાળ ફી વસુલ કરેલ છે. આ ઉપરાંત ખેડા, વલસાડ અને જૂનાગઢમાં કુલ 17 એકમો સામે કાર્યવાહી કરી 34 હજાર રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવ્યા છે. આ ઝુબેશ આગામી સમયમા પણ રાજયભરમાં સતત ચાલુ રહેશે. કાનુની માપ વિજ્ઞાન તંત્ર ગ્રાહકોના હિતમાં કામગીરી કરતું હોઇ વિવિધ ચીજવસ્તુઓમાં એમ.આર.પી. કરતાં વધુ ભાવ લેવા અંગેની ફરિયાદ માટે અહીં કલીક કરીને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news