આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઓછી થઈ હોવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારાને લઇને કોંગ્રેસે સરકાર વિરુદ્ધ મોરચો માંડયો છે. કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલની જીએસટી અંતર્ગત લાવવાની માંગણી કરી છે. કોંગ્રેસ નેતા રણજીતસિંહ સુરજેવાલાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ તેમજ એલપીજીની કિંમતો ઓછી કરવા ઓગષ્ટ 2004ના પર લાવવી જોઇએ, જ્યારે કાચા તેલની કિંમત 40 ડોલર પ્રતિ બેરલ હતી.
તેમણે કહ્યું કે ઓગષ્ટ 2004 માં પેટ્રોલ 36.81 અને ડીઝલ 24.16 રૂપિયા પ્રતિ લીટર હતું. એલપીજી સિલિન્ડર 261 રૂપિયાનો હતો. પરંતુ હવે પેટ્રોલ-ડીઝલ અને એલપીજી 75.78, 74.03 અને 593 રૂપિયામાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. સુરજેવાલા એ છ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર વધારવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી 23.78 રૂપિયા અને 28.37 રૂપિયાને પાછી ખેંચવાની માંગ કરી છે. ગરીબ, પ્રવાસી મજૂરો, દુકાનદારો, ખેડૂતો અને મધ્યમ વર્ગીય તેમજ મોટી સંખ્યામાં બેરોજગાર થયેલા લોકો આ આર્થિક મંદી અને મહામારીની સ્થિતિમાં જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.
સુરજેવાલાએ ભારતીય જનતા પાર્ટીની સરકારને વિરોધી જણાવતા કહ્યું કે આવી પરિસ્થિતિમાં પણ દરરોજ ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારી જનતા ઉપર ભાર વધારવામાં આવી રહ્યો છે, નફાખોરી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં 4.52 રૂપિયા અને 4.64 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કાચા તેલની કિંમત તો ખૂબ જ ઓછી છે. સુરજેવાલા એ કહ્યું કે મે 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદન શુલ્ક ફક્ત 9.20 રૂપિયા અને 3.42 રૂપિયા પ્રતિ લીટર હતું. તેમાં છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર 23.78 રૂપિયા અને ડીઝલ પર 28.37 રૂપિયા પ્રતિ લીટર પર સરકારે વધારો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news