રાજ્યમાં કોરોના કેસમાં ઝડપથી વધારો થઈ રહતો છે. તેમાં પણ ખાસ કરીને અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હતા પરંતુ હવે સુરતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના વધતા કેસોને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત એરપોર્ટથી કલેક્ટર કચેરી પહોચી ને મેરેથોન બેઠક પૂર્ણ કરી છે. આ બેઠકમાં કલેકટર, પાલિકા તંત્રના અધિકારી, અગ્ર સચિવ ઉપસ્થિત રહ્યા
સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ થયા બાદ સુરતમાં કોરોના વાયરસનો કહેર જોતા સુરતને વધુ 200 વેન્ટિલેટર ફાળવાયાં હોવાની વાત કરી છે. જે આજે સાંજે અથવા કાલે અહી સુરત મોકલવામાં આવશે. જેને અલગ અલગ હોસ્પીટલમાં જરૂરિયાતના હિસાબે અપાશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, કોરોના માટેના જરૂરી ઇન્જેક્શન સ્વિઝરલેન્ડથી મંગાવવામાં આવ્યા છે, ખાનગી હોસ્પિટલોએ પડતર કિંમતથી જ વેચાણ કરવું પડશે.
સુરતની કીડની હોસ્પિટલ અને સ્ટેમસેલ હોસ્પીટલમાં ૧૦૦ કરોડના ખર્ચે કોરોનાની સારવાર માટે તૈયારી કરાશે.
સુરતમાં આજે CM રૂપાણી અને ડે. CM નીતિન પટેલ સાથે જયંતિ રવિ, CMના અગ્ર સચિવ કૈલાશનાથન સહિતના અધિકારીઓ છે. સીએમ આજે સુરતમાં તબીબો, અધિકારીઓ, જનપ્રતિનિધીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. સુરતમાં આગામી સમયમાં ફરી એકવાર લૉકડાઉનનો અમલ નહી થાય. તે વાત પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વિજય રૂપાણી આજે સવારે 10:30 કલાકે સુરત પહોચી ગયા હતા. ત્યારબાદ સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ અને ડોક્ટરો સાથે બેઠક શરૂ થઈ ગઈ હતી. આ બેઠક લગભગ 11:00 વાગ્યાથી ચાલુ થઇ હતી. મુખ્યમંત્રીની સુરત મુલાકાતને લઈને સુરત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સુરતમાં હાલમાં 2112 દર્દીઓ કોરોના સામે જંગ લડી રહ્યા છે. વ્યવસ્થાની વાત કરીએ તો તમામ ખાનગી હોસ્પિટલો મળીને ફુલ 2186 બેડ છે. જેમાંથી 485 બેડ ફૂલ છે. જ્યારે 1701 બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલ અને કોવિડ હોસ્પિટલ મળી કુલ 550 બેડ છે. જે પૈકી 321 બેડ પર દર્દીઓ છે. સ્મીમેર હોસ્પિટલમાં કુલ 757 બેડ છે. જેમાંથી 587 બેડ ફૂલ છે. જ્યારે 180 બેડ ખાલી છે. છેલ્લા પાંચ દિવસથી તો સુરત શહેર તેમજ જીલ્લા મળી રોજના 200થી ઉપર કેસો આવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news