ગુજરાત: આ વીજ કંપની તેના ગ્રાહકોને લાખોના બિલ ફટકારી રહી છે, 2BHK ફ્લેટમાં 9 લાખ આવ્યું

રાજકોટની પશ્ચિમ વીજ કંપનીએ એક સામાન્ય પરિવારને અધધ.. રૂપિયા 9 લાખ 40 હજારનું બિલ ફટકાર્યુ હતું. પણ એક ન્યુઝ એજન્સી અહેવાલ બાદ PGVCLએ તાત્કાલીક બિલમાં સુધારો કરીને રૂ.7,743નું બિલ કર્યું છે. મહત્વનું એ છે કે, છૂટક દલાલીનું કામ કરતા અને 2 રૂમ-રસોડામાં રહેતાં ચંદુભાઈ વાઘેલાને PGVCLએ રૂપીયા 9 લાખ 40 હજારનું બિલ આપ્યું છે.

જેથી એક ન્યુઝ એજન્સીની  ટીમે આ ભાઈની રૂબરૂ મુલાકાત લઈને માહિતી મેળવી ત્યારે તેમને જાણવા મળ્યું કે, લોકડાઉનમાં PGVCLએ મનફાવે તેમ બીલ આપી દીધા છે. 2 રૂમ-રસોડાનું 9 લાખ બિલ હોય ? PGVCLની આ ગંભીર ભુલનું પરિણામ છે. ચંદુભાઈએ એક ન્યુઝ એજન્સીની સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હજુ બીલ હાથમાં પણ નથી આવ્યું અને PGVCL માંથી ફોન આવ્યો કે, તમારું બિલ સુધારી આપવામાં આવ્યું છે, અને જવાબદાર એજન્સીને નોટીસ પણ ફટકારી આપવામાં આવી છે.

ચંદુભાઈએ જણાવતાં કહ્યું હતું કે, સામાન્ય દિવસોમાં તો 2,000 થી 2,500નું બિલ આવતું હોય છે. પરંતુ આ સરકાર તો આડેધડ બિલ આપવા માંડી છે. સરકારને ગમે તેમ બધુ કવર તો કરવુને એટલે જ તે સામાન્ય માણસોને પણ આવાં પ્રકારના બિલ ફટકારે છે. આ બિલને જોઈ તો પરસેવો છુટી ગયો છે. અમારા સંપૂર્ણ બિલ્ડિંગને આડેધડ બિલ આપી દીધા છે. તેથી આખી બિલ્ડિંગના લોકોને ફરિયાદ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારે પાણીની મોટરનું બિલ માત્ર 48,000 આપ્યું છે.અહિ, ઉલ્લેખનિય છે કે ચંદુભાઈ વાઘેલા એ છૂટક દલાલીનું કામ કરે છે.

આખાં મામલે પત્ની સંધ્યાબેન વાઘેલાએ જણાવતાં કહ્યું હતું, કે લોકડાઉનમાં મનફાવે તેમ બીલ આપી દેવામાં આવ્યાં છે. 2 રૂમમાં લાઈટ, પંખા અને AC હોય તો પણ તમે ગમે તેટલું વાપરો પણ 9 લાખ બિલ થોડુ આવે ! અમે PGVCLમાં ફરિયાદ નોધાવશું. અમે ઉનાળામાં ACનો ઉપયોગ પણ જરૂર પડે ત્યારે જ કરીએ છીએ. ઘરમાં અમે પંખા પણ જરૂર પડતા જ ચાલુ કરીએ છીએ. લોકડાઉનમાં બિલ ભરવું કે પછી ખાવાનું કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *