હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. વિશ્વનાં ઘણાં લોકો તેનો ભોગ બની ચુક્યા છે. ત્યારે આજ એટલે કે 5 ઓગસ્ટ છે. આજનાં દિવસે આનંદનાં સમાચાર એ છે, કે આજે શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં ભૂમિપૂજનનાં કાર્યક્રમની શરૂઆત થઈ ચુકી છે.
શ્રીરામ જન્મભૂમિ અયોધ્યામાં બહારનાં લોકો પણ મકાન તથા બિઝનેસ કરવાં માટેની જમીનની શોધ કરી રહ્યા છે. મોટાભાગનાં લોકોએ જણાવતાં કહ્યું, કે તે અહીં હોટેલ, લૉજ તેમજ ધર્મશાળા પણ બનાવવા ઈચ્છે છે. તેની માટે કેન્દ્ર-રાજ્યની યોજનાઓ પણ પ્રસ્તાવિત થઈ રહી છે.
સબરજિસ્ટ્રાર S.B.સિંહે જણાવતાં કહ્યું, કે અયોધ્યાની પાસેનાં કુલ 3 ગામ માંઝા, બરેહટા તથા સહજનવાંમાં રાજ્ય સરકારની યોજનાઓ માટે જમીન સંપાદનની પ્રક્રિયાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને પ્રસ્તાવિત છે. ગત વર્ષે 9 નવેમ્બરનાં રોજ સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદ જમીનનાં સોદામાં કુલ 20% કરતાં પણ વધુ વધારો થઈ ગયો હતો. જમીનનાં ભાવ એ 2-4 ગણા વધી ગયા હતા.
અયોધ્યા-ગોરખપુર હાઈવે પર કુલ 600 એકરમાં રાજ્ય સરકારની સૌથી વિશાળ અયોધ્યા ટાઉનશિપ, કુલ 200 એકરમાં ઈકછુવાક સિટી, કુલ 100 એકરમાં રામની ઊંચી મૂર્તિ પણ પ્રસ્તાવિત કરેલી છે. આંતરરાષ્ટ્રીય રામલીલા સ્થળ, રામશોધ કેન્દ્ર જેવી યોજનાઓ માટે પણ જમીનની જરૂર પડશે. કોરોનાને કારણે વિકાસનાં કાર્યો પણ ઘણાં ધીમાં પડ્યાં છે, ત્યારે ભૂમિપૂજન પછી અંત થવાનો અંદાજ રહેલો છે.
ભગવાન શ્રીરામની મૂર્તિ માટેની જમીન પસંદગી કરીને ગેજેટ પણ કાઢી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનાં વિશેષ કાર્યાધિકારી સંજીવે જણાવતાં કહ્યું, કે CM વિજય રૂપાણી ઈચ્છે છે, કે અયોધ્યાનો ગૌરવશાળી ભૂતકાળ નવા, વિશાળ તેમજ આધુનિક સ્વરૂપમાં પણ સામે આવશે. એટલા માટે જ શહેરને પણ વિકસિત કરવામાં આવી રહ્યું છે.
ચાર ક્ષેત્રોમાં જમીનની કિંમતમાં ભારે અંતર
શહેર : સર્કલ રેટ 6,000 – 15,000 જયારે બજારનાં ભાવ કુલ 10,000 થી 25,000 રૂપિયા પ્રતિ ચો.મી. રહેલો છે.
ગામ : સર્કલ રેટ 3,500 – 8,000 જયારે બજારનાં ભાવ કુલ 7,000 થી 20,000 રૂપિયા પ્રતિ ચો.મી. રહેલો છે.
હાઈવે નજીક : સર્કલ રેટ 58 લાખ રૂપિયા થી 3.04 કરોડ રૂપિયા જયારે બજારનાં ભાવ કુલ 1.25 કરોડ રૂપિયા થી કુલ 13 કરોડ રૂપિયા પ્રતિ ચો.મી. રહેલો છે.
બહાર : સર્કલ રેટ 3,000 થી 8,200 જયારે બજારનાં ભાવ કુલ 7,000 રૂપિયાથી 25,000 રૂપિયા પ્રતિ ચો.મી. રહેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP