રાજધાની દિલ્હીમાં લોકસભાની ચૂંટણીના જંગનો માહોલ ગરમાયેલો છે ત્યારે દિલ્હીમાં પશ્ચિમ દિલ્હીની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર બલબીર જાખડના પુત્રએ આપ પર ગંભઈર આરોપ લગાવ્યો છે. બલબીર જાખડના પુત્ર ઉદય જાખડનુ કેહવુ છે. દિલ્હીના સીએમ કેજરીવાલે આ બેઠક પરથી મારા પિતાને ટિકિટ આપવા માટે 6 કરોડ રુપિયા લીધા છે. બીજી તરફ બલબીર જાખડે પુત્રના આરોપોને ફગાવી દીધા છે. તેમનુ કહેવુ છે કે, મારો પુત્ર મારી સાથે રહેતો જ નથી.
ઉદય જાખડનુ કહેવુ છે કે, મારા પિતાએ જ મને આ વાત કરી હતી. તેમણે મને ભણવા માટે પૈસા નહી આપીને ટિકિટ માટે કેજરીવાલને પૈસા આપી દીધા છે. હજી તો મારા પિતાએ 3 મહિના પહેલા જ રાજકારણમાં પગ મુકયો છે. મારી પાસે મારી વાતને સાબિત કરવાના ઘણા પૂરાવા છે.
ઉદયે કહ્યુ હતુ કે, આ આરોપ લગાવ્યા બાદ મારા પિતા મને ઘરમાં ઘૂસવા નહી દે. જોકે ભારતના નાગરિક તરીકે મારી ફરજ છે કે, સત્યને જાહેર કરુ.
બલબીર જાખડે આ મામલે કહ્યું છે કે તેમનું પોતાના પુત્ર સાથે ગત 5-6 વર્ષોથી સંપર્ક નથી. તેમણે કહ્યું કે ઉદય તેમની પહેલી પત્નીનો પુત્ર છે. જાખડે કહ્યું કે ‘ઉદય જે આરોપ લગાવી રહ્યો છે, તે રાજકીય પ્રેરિત છે.’ પાર્ટી દ્વારા ઉદયના દાવા કોઇ પ્રતિક્રિયા આપી નથી.
ઉદયનો દાવો છે કે તેમના પિતાએ જ તેમને જણાવ્યું હતું કે તેમણે ચૂંટણી લડવા માટે ‘આપને 6 કરોડ રૂપિયા આપ્યા છે. ઉદયએ પણ દાવો કર્યો છે કે તેમના પિતાએ પૂર્વ કોંગ્રેસ નેતા અને 1984 સિખ વિરોધી રમખાણોના આરોપી સજ્જન કુમારને જામીન અપાવવાનો પ્રયત્ન કર્યો હતો. સજ્જન કુમાર તેના માટે મોટી રકમ ચૂકવવા માટે પણ તૈયાર હતા. મીડિયાની સામે ઉદયે કહ્યું કે તેમણે મારી સાથે વાત કરી હતી કે તે સજ્જન કુમાર અને યશપાલ માટે કોર્ટમાં જવા માટે તૈયાર છે.’
આમ આદમી પાર્ટીએ ચાંદની ચોકથી પંકજ ગુપ્તાને, ઉત્તર-પૂર્વથી દિલીપ પાંડે, પૂર્વી દિલ્હીથી આતિશીને, નવી દિલ્હીથી બ્રજેશ ગોયલને, ઉત્તર-પશ્વિમીથી ગગન સિંહને અને દક્ષિણ દિલ્હીથી રાઘવ ચઢ્ઢાને ઉમેદવાર બનાવ્યા છે.