ઘરડાઘરમાં વૃદ્ધાના મોત બાદ મહિલાઓએ પુત્ર બની, કાંધ આપી અગ્નિ સંસ્કાર કર્યા

અમુક દીકરાઓ માતા-પિતાને ઘરડાઘરમાં મુકી આવતા હોય છે. અને ત્યાર પછી તે પણ જોતા નથી કે, માતા-પિતા જીવતા છે કે મૃત્યુ પામ્યા છે. આજે સુરતમાં…

અમુક દીકરાઓ માતા-પિતાને ઘરડાઘરમાં મુકી આવતા હોય છે. અને ત્યાર પછી તે પણ જોતા નથી કે, માતા-પિતા જીવતા છે કે મૃત્યુ પામ્યા છે. આજે સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. દીકરો પણ સેવા ન કરે તેવી પારકી દીકરીએ સેવા કરી અને અંતિમ સમયે કાંધ આપીને અગ્નિ સંસ્કાર પણ કર્યા છે. છેલ્લા ચાર વર્ષથી ઘરડા ઘરમાં રહેતા અને એક વર્ષથી પથારીવશ થયેલા 83 વર્ષના મહિલાનું આજે અવસાન થયું હતું. ઘરડાઘરમાં સેવા ચાકરી કરનારા મધુબેન સહિતનાની આંખોમાંથી મહિલાના મોત બાદ અશ્રુધારા વહેવા લાગી. મધુબેન અને આશ્રમની મહિલાઓએ વૃદ્ધાને કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યા છે.

મળતી માહિતી અનુસાર, મૃતક મહિલા છેલ્લા 4 વર્ષથી સુરતમાં વસવાટ કરતા હતા. મૃતક પ્રદુલા પ્રિયવર્દન કાપડીયા(ઉ.વ.આ.83)ને કોઈ સંતાન નહોતું. પાછલી જિંદગીમાં પ્રદુલા બા મુંબઈના વૃદ્ઘાશ્રમમાં હતાં. ત્યાંથી ચાર વર્ષ અગાઉ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબે હનુમાન રોડ પર વંસતભીખાની વાડીની બાજુમાં આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં શાંતિદૂત મહિલા મંડલ દ્વારા ચાલતા ઘરડા ઘરમાં રહેતા હતાં. છેલ્લા એક વર્ષથી પથારીવશ થઈ ગયેલા પ્રદુલાબેનનું આજે અવસાન થતાં ઘરડાઘરની અન્ય મહિલાઓની આંખોમાથી શ્રાવણ વહેવા લાગ્યો હતો.

આ મહિલા છેલ્લા 1 વર્ષથી પથારીવશ હતા. શાંતિદૂત મહિલા મંડળના ખજાનચી ગીતાબેને જણાવ્યું હતું કે, બાની સેવા મધુબેન ખેનીએ ખૂબ સારી રીતે કરી હતી. દીકરો પણ સેવા ન કરે તે રીતે પ્રદુલાબાની સેવા મધુબેન કરતાં હતાં. તેમનો ઝાડો પેશાબ પથારીમાં થઈ જતો હોવાથી ડાયપર બદલવા, પ્રદુલાબાને શરીરે ભાંઠા પડ્યા હોવાથી તે સાફ કરવા સહિતની આકરી સેવા મધુબેન દ્વારા કરવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *