રાજ્યમાંથી ઘણીવાર અકસ્માત તો થતાં જ રહેતાં હોય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થતાં રહેતાં હોય છે. આને કારણે ઘણાં લોકોના મોત થઈ જતાં હોય છે. હાલમાં પણ રાજ્યમાં આવેલ વીંછીયા તાલુકામાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.
મંત્રી કુંવરજી બાવળિયાનાં કાફલાનો અકસ્માત સર્જાયો છે. એક સાથે કુલ 3 ગાડીઓ ટકરાઈ જતાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. રાજકોટનાં જાણકારી ખાતાનાં અધિકારીને ઈજા પહોંચી છે. વીંછીયા તાલુકામાં આવેલ દેવધરી ગામમાં સુવિધા પંથ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા જઈ રહ્યાં હતાં.
આ દરમિયાન એમના કાફલાને ગંભીર અકસ્માત નડ્યો છે. મંત્રી બાવળિયા સહી સલામત હોવાની જાણકારી મળી રહી છે તેમજ એમની ગાડીને કોઈ ઇજા પહોંચી નથી. મળેલ જાણકારી પ્રમાણે વીંછીયા તાલુકા વિકાસ અધિકારીની ગાડીનાં ડ્રાઈવરની બેદરકારીને લીધે આ અકસ્માત સર્જાયો હોવાની જાણકારી સામે આવી રહી છે.
એક સાથે કુલ 3 ગાડીનો ભયંકર અકસ્માત સર્જાયો હતો. મામલતદાર, ટી.ડી.ઓ તેમજ જાણકારી ખાતા સહિત કુલ 3 અધિકારીની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. રાજકોટ માહિતી ખાતાના અધિકારીને માથાના ભાગ પર ઇજા થતા પાસેની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
તાલુકા વિકાસ અધિકારીની ગાડીના દ્રાઈવરે અગાઉ પણ આવી રીતે ગાડીનો અકસ્માત કરેલો છે તથા ગાડી ટોટલ લોસ થઈ ગઈ હતી. તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ભયંકર અકસ્માત ડ્રાઇવરને ઘણીવાર ગાડી ચલાવવા રાખવામાં આવે છે. એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, રાજકીય લોકોની લાગવગથી ડ્રાઈવર ગાડી ચલાવવા માટે રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle