રાજ્યમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરક તેમજ માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો તો થશે જ રહ્યો છે. આની સાથે જ રાજ્યમાં ચોરી-લુંટફાટની ઘટનાઓમાં સતત થઈ રહેલો વધારો જોવા મળી રહ્યો છે. ચોરી-લુંટફાટની આવી જ એક ઘટના રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. કીમ બજારમાં દુકાનદારોને વાતમાં ભોળવીને તરકીબ અજમાવીને એક ચિટર યુવક કુલ 54,000 રોકડાનું ચિટિંગ કરીને ફરાર થઈ ગયો હતો.
ઓલપાડ તાલુકામાં આવેલ કીમ બજાર વિસ્તારમાં સાંજના સમયે માત્ર 25 વર્ષનાં યુવકે કેટલીય દુકાનો પર ફરીને દુકાનદારોને વાતમાં પાડીને તરકીબ અજમાવી ચિટિંગ કરી લીધી હતી. ચીટર કોન્ડ્રોપ તેલની કુલ 4 બોટલ લેવા આવવાના બહાને તથા પોતાને નાની ચલણી નોટને બદલે આંગડીયામાં મોટી ચલણી નોટ ભરવાની હોવાની વાત જણાવી હતી.
પોસ્ટઓફિસની પાસે આવેલ એક દુકાનની પાસેથી સદર કુલ 50,000 રૂપિયાની નાની ચલણી નોટ આપી દઈશ એવું જણાવતાં સુપરસ્ટોરનાં માલિક ધવલભાઈ શાહે સુપરસ્ટોરના કર્મચારીને કુલ 50,000 તથા કૉન્ડ્રોપ તેલની બોટલ લઈ ઉપરોક્ત ચિટર યુવકની સાથે મોકલ્યો હતો.
ત્યારબાદ ત્યાં પહોંચી કર્મચારી પાસેથી કુલ 50,000ની મોટી નોટ લઈને દુકાનમાંથી કુલ 50,000 રૂપિયાની નાની ચલણી નોટો લઈ આવવાનું કહી સદર ચિટર રફુચક્કર થઈ ગયો હતો. અન્ય આવી જ એક ઘટનામાં એક ખાનગી હોસ્પિટલમાં કાઉન્ટર પરથી પાસેની મોબાઈલ દુકાનમાંથી આવું છું કહીને કુલ 4,000 છુટા જોઈતા હોઈ એમ કહી લઈ ગયો હતો. ત્યારબાદ એક મોબાઈલ દુકાનમાં તથા અન્ય એક સુપરસ્ટોરમાં પણ આ તરકીબ અજમાવી હતી પરંતુ મેળ પડ્યો નહી.
કુલ 3 દુકાનોના CCTVમાં ચીટર થયો કેદ :
કીમમાં નાની ચલણી નોટની બદલે મોટી નોટ જોઈતી હોવાનું જણાવીને બજારની વિવિધ દુકાનોમાં ફરી ચિટિંગ કરવાની ફિરાકમાં રહેતો લગભગ 25 વર્ષનો ચિટર યુવક કુલ 54,000 રૂપિયા લઈ રફુચક્કર થઈ ગયો હતો. જો કે, આની ઉપરોક્ત ચિટર યુવક બજારની કુલ 3 જેટલી દુકાનોના CCTVમાં કેદ થઈ ગયો હતો. ચિટરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હો જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત: દુકાનદારો પાસેથી હજારો રૂપિયા પડાવી લેનાર આરોપી CCTVમાં થયો કેદ
– કીમ બજારમાં દુકાનદારોને વાતમાં ભોળવીને તરકીબ અજમાવીને એક ચિટર યુવક કુલ 54,000 રોકડાનું ચિટિંગ કરીને ફરાર થઈ ગયો હતો.#Surat #ViralVideo pic.twitter.com/9kQFag8Kiq
— Trishul News (@TrishulNews) October 5, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle