ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક જાણકારી સામે આવી રહ્યાં છે. સુરતમાં રહેતાં માત્ર 17 વર્ષીય તેમજ ધોરણ 12 માં અભ્યાસ કરતા કુશ જરીવાળા નામના વિદ્યાર્થી દ્વારા વાંસની સાયકલ તૈયાર કરવામાં આવી છે. ફક્ત 50,000 રૂપિયાના ખર્ચે 2 મહિનામાં વાંસમાંથી આ સાયકલ બનાવવામાં આવી છે.
લોકડાઉન વખતે કુશે સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વાયરલ થયેલ વીડિયો જોયો હતો. જે ખુબ પ્રકૃતિ પ્રેમી હતો તેમજ એની સાયકલ પણ વાંસની હતી. એને જોઈ ભારતના લોકો પણ સાયકલ વિશે જાણી શકે તેમજ ઇકો ફ્રેન્ડલી સાયકલ બાજુ આકર્ષાય એવા ધ્યેયની સાથે કુશ જરીવાલાએ આ સાયકલ તૈયાર કરવાનો વિચાર કર્યો હતો.
આ સાયકલમાં કુલ 7 બામ્બુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, બામ્બુને સુતરની દોરીથી એકબીજાની સાથે બાંધીને ગ્લુથી જોઈન્ટ કરવામાં આવ્યા છે, બામ્બુની સાયકલ બનાવવી ખુબ જ મુશ્કેલ કાર્ય હતું. કારણ કે, બામ્બુને કટ કરીને એને ગોઠવવાનું કામ ખુબ મુશ્કેલ છે. ગુજરાતમાં કોઈ જગ્યાએ આવા બામ્બુ મળતા નથી. તેથી મહારાષ્ટ્રથી આ બામ્બુ મંગાવવામાં આવ્યા હતા. આ સાયકલ કુલ100 કિલો સુધીનું વજન ઊંચકી શકે છે.
સામાન્ય સાઇકલ કરતા કુલ 3 કિલો હલકી છે. બામ્બુ પર પોલીયુરેથીન કોટિંગને લીધે સાયકલ વોટર પ્રુફ બની જાય છે, બામ્બુ સાયકલની જે ફ્રેમ હોય છે તે કુલ 2 કિલોની હોય છે. બામ્બુની અંદર જે ફાઇબર રહેલું છે. તે રસ્તા પર પડેલ ખાડાને એબ્સોર્બ કરી લે છે.
જેને કારણે સાઇકલ રાઈડ ખૂબ જ સરળ બની જાય છે તેમજ સાયકલ સવારને સરળ સવારી મળી રહે છે. આમ, લોકડાઉનના સમયમાં પણ નાની ઉંમરે મોટી સિદ્ધિ કુશ જરીવાળાએ મેળવીને બીજા અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle