શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત, ગુજરાતમાં શાળા ખોલવા સરકાર તૈયાર- શાળા-કોલેજમાં વિદ્યાર્થીની ગેરહાજરી નહીંં ગણાય.
– વાલીઓની લેખિત મંજૂરી શાળા-કોલેજે લેવાની રહેશે.
– ઓનલાઈન શિક્ષણ પણ ચાલૂ રહેશે.
– 23મી નવેમ્બરથી માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક અને કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ.
– 23નવેમ્બરથી ધોરણ 9-12ના વર્ગો ભારત સરકારની ગાઈડલાઈન સાથે શરૂ થશે.
– મેડિકલ અને પેરામેડિકલ, ગ્રેજ્યુએટ્સ, એન્જિનિયરિંગ, પોલીટેકનિક, ITI શરૂ થશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
ગુજરાત સરકારે 23 નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શિક્ષણ કાર્ય ચાલુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે 23 નવેમ્બરથી ધોરણ 9થી ધોરણ 12ની સ્કૂલો ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત રાજ્યોની તમામ કોલેજોમાં પણ શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજો ઉપરાંત અંતિમ વર્ષના વર્ગો શરૂ કરાશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle