શું તમે એ વાત જાણો છો કે, તમારું શેમ્પૂ તમારા માટે અને પર્યાવરણ માટે નુકસાનકારક ઘટકો હોઈ શકે છે. ચાલો શેમ્પુમાં રહેલા મુખ્ય સલ્ફેટની વાત કરીએ. એ જાણવું ખૂબ જરૂરી છે કે, સલ્ફેટ શું હોય છે અને તેનાથી તમારા વાળને શું નુકસાન થાય છે. આ જાણીને તમને ખબર પડશે કે, તમારા વાળ માટે કયું શેમ્પુ સુરક્ષિત છે. તો એવા ક્યાં શેમ્પૂ છે જે તમારા વાળને નુકશાન પહોચાડતા નથી.
1. એમોનિયમ લોરીલ સલ્ફેટ અથવા સોડિયમ લોરેથ સલ્ફેટ
તમે જાણો છે કે સલ્ફેટ શું છે. સલ્ફેટ્સ એ સલ્ફ્યુરિક એસિડના ક્ષાર છે. સલ્ફેટ સર્ફેક્ટન્ટ્સને શેમ્પૂ, શાવર જેલ્સ, ચહેરાના ક્લીનઝર અને અન્ય વ્યક્તિગત સંભાળના ઉત્પાદનોમાં ઉમેરવામાં આવે છે. તે ઘરેલું લોન્ડ્રી અને સફાઈમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પણ જોવા મળે છે. સલ્ફેટવાળું શેમ્પૂ વાળ અને ખોપરી ઉપરની ચામડીને નુકશાન કરતુ નથી. પણ વારંવાર શેમ્પૂ કરવાથી વાળમાં અનેક સમસ્યાઓ સર્જાય શકે છે. જેમ કે, વાળમાં ખોડો, વાળ ખરવા કે પછી ડ્રાય વાળ થઈ જવા, જેવી અનેક સમસ્યાઓ સર્જાય છે.
2. સોડિયમ લોરિલ સલ્ફેટ
આ સલ્ફેટ તમારા વાળને નુકશાન કરતુ નથી અને સ્વચ્છ કરવામાં મદદ કરે છે. પણ સાથે સાથે તમારા વાળ ફ્રીઝી બની જાય છે. જો તમારી ખોપરીની ચામડી ખરાબ હશે તો તેને વધારે નુકસાન કરે છે.
3. પેરાબેન્સ
રેગ્યુલર શેમ્પુમાં આવતું પેરાબેન્સ શેમ્પુ બેક્ટેરિયા ઉત્પન્ન થતાં અટકાવે છે અને આ તત્ત્વ બ્રેસ્ટ કેન્સર થવાની પણ સંભાવના વધારે છે.
4. સોડિયમ ક્લોરાઈડ
શેમ્પુમાં વપરાતું સોડિયમ ક્લોરાઇડ શેમ્પુને ઘાટું રાખવામાં મદદ કરે છે પરંતુ તે તમારી ખોપરીને ઇરીટેટ કરી શકે છે અને તેનાથી વાળ પણ ખરવાનું શરુ થાય છે.
5. સિંથેટિક રંગ
મોટાભાગમાં શેમ્પૂ અને કન્ડિશનર આકર્ષક દેખાઈ તે માટે તેમાં સિંથેટિક રંગ ઉમેરવામાં આવે છે. આ રંગો ફક્ત શેમ્પૂમાં જ સારા લાગે છે પરંતુ તે સ્વાસ્થ્ય અને વાળને ખુબ નુકશાન કરે છે.
6. સિંથેટિક સુંગધ
સિન્થેટિક ફ્રેગ્રન્સીસ જે શેમ્પુમાં ઉમેરવામાં આવે છે તેનાથી કેમિકલની દુર્ગંધ દુર થાય છે. તેનથી તમને કેન્સર, અસ્થમા અને વાળ ખરવાની સંભાવના વધી શકે છે.
7. આલ્કોહોલ
જે પ્રોડક્ટમાં આલ્કોહોલ મિક્સ હોય ત્યારે તેના ફાયદાઓની સાથે સાથે તેના ઘણા ગેરફાયદાઓ પણ હોય છે. કોઈ પણ શેમ્પૂ કે કન્ડિશનરમાં આલ્કોહોલ હોય તો તે વાળ માટે ખૂબ નુકશાનકારક નીવડે છે ઉપરાંત ડ્રાઈ વાળને વધારે નુકસાન પહોંચાડે છે.
8. ડાઈમેથિકોન
શેમ્પૂમાં ડાઈમેથિકોન હોય છે. જે વાળને સિલ્કી અને સુંદર બનાવે છે આના ઘણા બધા ફાયદાઓની સાથે ગેરફાયદાઓ પણ છે. આ તમારા માથા પર એક સ્તર બનાવે છે જેનાથી તમારા વાળને મોઈશ્ચર અને ન્યૂટ્રીયશન મળતું નથી.
9. ટ્રાઇક્લોઝન
ટાઈક્લોઝન મુખ્યત્વે શેમ્પૂ, કન્ડિશનર અને ડીટરજન્ટમાં વાપરવામાં આવે છે. 2016માં ટ્રાઇક્લોઝનને સાબૂમાં વપરાશ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ટ્રાઇક્લોઝન સ્વાસ્થય માટે ખૂબ નુકસાન કારક છે. આનાથી કેન્સર થાવાની પણ સંભાવના વધે છે. સાથે સાથે હોર્મોન્સમાં પણ ફેરફાર થવાની સંભાવના રહે છે.
10. રેટિનાઇલ પાલ્મિટેટ
રેટિનાઈસ પાલ્મિટેટથી વાળની ચામડીને ખુબ નુકસાન થઈ શકે છે. આનાથી તમારા વાળ ખરવાની સંભાવના વધે છે. અને માથામાં વધુ ખંજવાળ આવવાની સમસ્યા વધે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle