થોડા સમયથી સૌરાષ્ટ્રમાંથી સિંહનાં મારણની ઘટનાઓને લઈ સમાચાર સામે આવતા હોય છે. આવી ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. ધારીમાં આવેલ માધુપુર ગામમાં ભેંસો ચરાવતા 50 વર્ષીય માલધારી પર સિંહણે હુમલો કર્યો હતો.
આધેડ વ્યક્તિ પર હુમલો કરનાર સિંહણને ધણમાં રહેલી ભેંસે શીંગડા વળતો હુમલો કરીને શીંગડા ભરાવી સિંહણને ઉભી પૂછડીયે ભગાડી દીધી હતી. ધારી પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના હુમલાની 2 દિવસમાં 2 ઘટના બની હતી. ધારીમાં આવેલ માધુપુર ગામના વીરાભાઇ દેવાભાઇ ટાલિયા ડાભાળીની સીમમાં ગૌચરણમાં પશુ ચરાવી રહ્યા હતા.
આ સમયે વીરાભાઇ પર હુમલો કર્યો હતો. સિંહણ તેમને પછાડી દઈ માથે ચડી બેઠી હતી પણ ધણમાં રહેલી ભેંસે સિંહણને પોતાના શીંગડા વડે પ્રતિકાર આપ્યો હતો. જેને લીધે સિંહણ વીરાભાઇ ટાલિયાને છોડી ભાગી છૂટી હતી. સિંહણના હુમલામાં વીરાભાઇને ખુબ ગંભીર રીતે ઈજા પહોંચી હતી.
તેને એમના ભાઈ કરમણભાઇ લખમણભાઇ ટાલિયાએ તાત્કાલિક ધારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ઇજા ખુબ ગંભીર હોવાને કારણે આગળની સારવાર માટે અમરેલી સિવીલમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, ભેંસે માલિકનો જીવ બચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle