ગુજરાત રાજ્યમાં ચુંટણીનો જંગ જામ્યો હતો. જેને કારણે જમાતની જેમ ચુંટણી પ્રચારમાં લોકોની ભીડ જમા થતી હતી. ત્યારે કોરોના વાઈરસમાં ફરી ઉછાળો આવ્યો છે. દરરોજ કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે પણ અમદાવાદ, વડોદરા અને સુરત આ ત્રણેય મહાનગરોમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા પણ ફરી ૧૮૦૦ને પાર કરી ૧૮૬૯ પર પહોંચી છે છેલ્લા 24 કલાકમા રાજ્યમાં ઉછાળા સાથે નવા ૩80 કેસ નોધાયા છે. કોવિડ-19ના કારણે આજે રાજ્યમાં એક દર્દીનું મોત થયુ છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,68,142 સુધી પહોચી ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાએ રાજ્યના કુલ 4,407 લોકોનો ભોગ લીધો છે. બુધવારે સારવાર દરમિયાન વધુ 296 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જોકે આજે પણ કોરોનાના કેસની સરખામણીએ સાજા થનાર દર્દીની સંખ્યા ઓછી નોધાઈ છે. અમદાવાદ શહેરમાં આજે 81 કેસ નોંધાયા હતા. જે ગત સપ્તાહમાં ઘટીને 35 સુધી પહોંચી ગયા હતા. જોકે, ચૂંટણી પુરી થવાની સાથે જ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ડોક્ટરોના એસોસીએશને પણ ચેતવણી જાહેર કરી હતી પરંતુ ચૂંટણીમાં માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર ટોળે મળવાના કારણે સંક્રમણ વધ્યું હોય તેવું જણાય છે.
છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના આંકડાની વાત કરીએ તો, અમદાવાદમાં 84, વડોદરામાં 80, સુરતમાં 67 કેસ, રાજકોટમાં 55, જામનગરમાં 16, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 6, જૂનાગઢમાં 7, કચ્છમાં 7 કેસ, આણંદ, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠામાં 5 – 5 કેસ, મહીસાગર, મહેસાણા, નર્મદામાં 4 – 4 કેસ, છોટા ઉદેપુરમાં 3, ભરૂચ, દાહોદ, દ્વારકામાં 2 – 2 કેસ, મોરબી, પંચમહાલ, પાટણમાં 2 – 2, અમરેલીમાં 1 કેસ, અરવલ્લી, સુરેન્દ્રનગર, વલસાડમાં 1 – 1 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે અને કુલ મૃત્યુઆંક ૪૪૦૭ પર પહોંચ્યો છે.
બુધવારે ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસમાંથી બનાસકાંઠા, બોટાદ, ડાંગ, નવસારી, પોરબંદર અને તાપી એમી કુલ 06 જિલ્લામાં કોરોનાનો નવો એકપણ કેસ નોધાયો નથી. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1869 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી નાજુક સ્થિતિના કારણે 33 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. 1836 દર્દીની સ્તિતિ સુધાર પર હોવાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી અત્યાર સુધીમાં 261871 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ આજે ઘટીને 97.66 ટકા થયો છે.
અત્રે ઉલેખનીય છે કે, અત્યાર સુધીમાં કુલ 8,16,238 વ્યક્તિઓને કોરોના વેક્સિનના પ્રથમ ડોઝનું અને 74,457 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle