હાલ શહેરમાં સામાન્ય બાબતે મારા મારીની ઘટના તમે જોઈ હશે પણ સામાન્ય મહિલાઓના ઝગડાએ એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે, જોત જોતામાં એક મહિલા અને તેના વહુ પર સામે રહેતી મહિલા અને તેના પરિવારના 13 જેટલા સભ્યો લાકડી સાથે હથિયારો લઈને તૂટી પડ્યા અને જોત જોતામાં જ તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સામાન્ય બાબતે ઝગડા થતો અનેક વખત જોવા મળે છે. પણ સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં મહિલાઓનો ઝગડો યુદ્વ મેદાનમાં પરિવર્તિત પામેલો જોવા મળ્યો હતો. રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતા સુનિલકુમાર બિહારી લાલા કાછાવા પોતાની માતા અને પત્ની સાથે રહે છે.
જોકે, સોસાયટીમાં રહેતા અને સામેના મકાનમાં રહેતા ઇન્દિરા બેન રાઠોડ સાથે કોઈ બાબતે બોલા ચાલી થઇ હતી. તેની અદાવત રાખીને ઇન્દિરા બહેન તેમની દીકરી અને વહુ સાથે ઝગડો કરવા આવ્યા હતા. જોત જોતામાં ઝગડો એટલો વધી ગયો કે, અહીંયા રહેલી તમામ મહિલાઓએ વિકરાળ રૂપ ધારણ કરીને યુદ્ધનું મેદાન બનાવીને એક મહિલા અને તેની વહુને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
હજુ મહિલાઓ વચ્ચે ઝગડો ચાલતો હતો એવામાં આ રાઠોડ પરિવારના પુરોષો પણ આવી જતા એક બે નહિ પણ 13 જેટલા લોકોએ આ મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તેના ઘરમાં તોડફોડ પણ કરી હતી. જોકે, સમગ્ર મારા મારીની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઇ જતા આ પરિવારે આરોપી પરિવાર વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, મહિલાઓની મારા મારીની આ ઘટનાનો વિડીયો મહિલાઓના યુદ્વનું મેદાન તરીકે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારમાં બની હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle