હાલમાં દેશમાં કોરોના વાયરસના ફરીથી સતત વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. જો આપણે ફેબ્રુઆરી મહિના સાથે તુલના કરીએ તો માર્ચમાં કોરોનાના કેસ બે ગણા થઇ ગયા છે. ગુજરાત રાજ્યમાં આજે સૌથી વધુ સુરતમાં ૧૭૯ કેસ, અમદાવાદમાં ૧૪૭, વડોદરામાં ૧૦૭, રાજકોટમાં ૭૯, ભાવનગરમાં ૧૯, ગાંધીનગરમાં ૧૫, ભરૃચમાં ૧૫, ખેડામાં ૧૫, આણંદમાં ૧૩ અને કચ્છમાં ૧૨ કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં ૧૦ કે તેથી ઓછાં કેસો નોંધાયા છે. આજે ગુજરાતમાં એકપણ દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું નથી.
હાલમાં 3212 એક્ટિવ કેસ છે જ્યારે 41 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 2,73,941 છે જ્યારે કુલ મરણાંક 4418 છે. માર્ચના પ્રથમ 8 દિવસમાં જ રાજ્યમાં કોરોનાના 4052 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલની પરિસ્થિતિએ રાજ્યમાં ૪૭ દર્દી વેન્ટિલેટર પર ૩૪૮૨ દર્દી સ્ટેબલ છે. આજે બોટાદ, ડાંગ, પોરબંદર અને વલસાડમાં આજે કોરોનાને એક પણ કેસ નોંધાયો નથી. કુલ કેસનો આંક હવે અમદાવાદમાં 63713, સુરતમાં 54659 અને વડોદરામાં 30675 છે.
ફેબ્રુઆરીમાં ત્રણ થી ચાર દિવસ દરરોજ 11 થી 12 હજાર કેસ સામે આવી રહ્યા હતા. તો ગુરૂવારના રિપોર્ટ પ્રમાણે કોરોના સંક્રમણના એક જ દિવસમાં 22000થી વધુ નવા કેસ સામે આવ્યા હતાં. અંદાજે અઢી મહિના પછી દેશમાં કોરોનાના 22 હજાર નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત આ સતત 8મો દિવસ એવો છે જ્યારે એક દિવસમાં કોરોનાના 15000થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં એક દિવસમાં કોવિડ-19ના 22854 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કેસ વધીને 1,12,85,561 થઇ ગયા. તો 126 લોકોના મૃત્યુ બાદ મૃતકોની સંખ્યા વધીને 1,58,189 થઇ ગઇ છે. દેશમાં અત્યારે 1,89,226 લોકોની સારવાર ચાલી રહી છે અને 1,09,38,146 લોકો સંક્રમણ મુક્ત થઇ ચૂકયા છે. તો દિલ્હીમાં લગભગ બે મહિના બાદ કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધુ 370 નવા કેસ સામે આવ્યા હતાં.
મુંબઇમાં એક વખત ફરીથી કોરોના વાયરસ ઝડપથી વધી રહ્યો છે. મુંબઇમાં 4 મહિના બાદ કોરોનાના નવા કેસ 1100થી વધુ મળી રહ્યા છે. માર્ચના શરૂઆતના સપ્તાહથી કોરોનાના નવા કેસ 1000થી વધુ મળી રહ્યા છે. 1 માર્ચથી 9 માર્ચ સુધી મુંબઇમાં કોરોનાના 9669 નવા દર્દી મળ્યા છે, જ્યારે ઑક્ટોબરમાં આ 9 દિવસમાં 19699 દર્દી મળ્યા હતા.
કર્ણાટકમાં દક્ષિણ આફ્રિકાના કોરોના વાયરસના ચેપના સ્ટ્રેનનો પહેલો કેસ નોંધાયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે પોતાના બુલેટિનમાં આ માહિતી આપી હતી. જોકે, વિભાગે આ મામલે વિસ્તૃત માહિતી આપી નથી. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 29 લોકો કોરોના વાયરસના બ્રિટિશ સ્ટ્રેનથી સંક્રમિત થઇ ચૂકયા છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ વખત એક દિવસમાં કોરોના સંક્રમણના 10 હજારથી ઓછા દર્દીઓ આવ્યા હતા. ત્યારબાદ માર્ચમાં કોરોનાવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં દરરોજ 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા. ફરી એકવાર કોરોનાના રોજિંદા કેસો 22 હજારનો આંકડો વટાવી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle