વાપી જીલ્લાની એક સોસાયટીમાં રહેતી ફક્ત 4 વર્ષીય માસૂમ બાળકીની સાથે બનેલ અમાનવીય ઘટનાને કારણે તેના પિતાએ પણ આધાતમાં એસિડ પી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. બિલ્ડિંગમાં જ રહેતો મૂળ ઝારખંડના ધનબાદ જિલ્લાનો ઘટના માર્કેટ મચ્છી સેન્ટરમાં રહેતો આરોપી સંતોષ રજત તેમના એક રૂમ પાર્ટનરની સાથે 1 વર્ષથી રહેવા માટે આવ્યો હતો.
શુક્રવારની સાંજે 4 વાગ્યે પીડિતા ફક્ત 4 વર્ષીય બાળકી તેની એક સખીની સાથે નીચે પેસેજમાં રમતી હતી. આ દરમિયાન આરોપી સંતોષે નજર બગાડી હતી. સખી તથા તેમની માતાની નજર સામે જ સંતોષ બાળકીનો હાથ પકડીને તેના રૂમમાં ખેંચી ગયો હતો.
ત્યારબાદ બાળકીએ હેવાનના હાથમાંથી છૂટવા માટે તરફડિયા માર્યા હતાં જેમાં તે નીચે પણ પટકાઈ ગઈ હતી. બાળકીના શરીરમાંથી લોહી નીકળતું હોવાં છતાં પણ કોઇપણ જાતની દયા રાખ્યા વગર નરાધમે બાળકીને પોતાની રૂમમાં લઇ જવા પહેલાં પીડિતાના ઘરના દરવાજાની કડી બહારથી મારી દીધી હતી. જેને લીધે માસૂમનો અવાજ તથા ચીંચયારી તેમની માતા અથવા તો અન્ય કોઈ વ્યક્તિ સુધી પહોંચી ન શકે.
છેવટે બાળકી સાથે દુષ્કર્મ આચર્યા પછી નિષ્ઠુર આરોપી યુવકે મૃતદેહને એક થેલીમાં ભરી દીધો હતો. પોલીસ તથા સોસાયટીવાસીઓ જ્યારે તેમની રૂમમાં શોધવા માટે ગયા ત્યારે આરોપીએ લાશને ભરેલી થેલીમાં સંતાડી દીધી હતી. છેવટે પોલીસથી બચવા મૃતદેહ ભરેલી થેલી બાથરૂમની બારીમાંથી બહાર ફેંકી દીધી હતી. પોલીસે શંકાના આધારે સર્ચ ઓપરેશન કરતાં લાશ ભરેલી થેલી મળતાંની સાથે જ આરોપીની ધરપકડ કરી હતી.
બાળકીને પીએમ માટે લઇ જતા પિતાએ પણ દોટ મુકી, દુકાનમાંથી એસિડ લઇ પી ગયો :
પિતા સાંજે 4 વાગ્યાથી બાળકીને શોધી રહ્યા હતા ત્યારે બાળકીની હાલત જોતા આઘાતમાં તૂટી પડ્યા હતા. શોકાતુર બનેલ પિતા બાળકીને કે, જયારે એબ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ રહી હતી. આ દરમિયાન ગાડી પાછળ લગભગ 400 મીટર દોડ્યા હતા.
માર્ગમાં આવતી દુકાનોની બહાર મુકવામાં આવેલ એસિડ ફિનાઈલમાંથી એમણે એસિડની બોટલ લઈ એસિડ પી લીધું હતું. એસિડ પીધું હોવાનું પિતાએ એના એક મિત્રને કીધું હતું. એમને એને તુરંત સેલવાસની સિવિલમાં લઈ જવા માટે એમ્બ્યુલન્સ બોલાવી હતી.
રસ્તામાં એને પિતાએ એના મિત્રની સાથે વાત કરતા એણે કહ્યું હતું કે, મને બચાવી લો. જો કે, એણે કઈ દુકાનની બહારથી એસિડની બોટલ લીધી એ જાણવા મળ્યું ન હતું. બાળકીના પિતાના છેલ્લા શબ્દો હતા મને બચાવી લો. છેવટે શનિવારે સવારે બાળકીના પિતાનું મોતનું પણ સારવાર વખતે મોત નીપજ્યું હતું.
રહસ્યથી ભરેલ આરોપી :
આરોપી સંતોષ એના બીજા એક સાથીની સાથે સોસાયટીમાં રહેતો હતો. અથાલની કંપનીમાં કામ કરતો હતો. દરરોજ સવારમાં બસ પકડવા માટે સોસાયટીનાં ગેટ પર આવતો ત્યારે વોચમેન સાથે વાત કરતા કહ્યું હતું કે, સંતોષ ખુબ ઓછું બોલતો અને ગુમસુમ રહેતો હતો. એની સાથે રહેતો કમ્પની કર્મચારી એ સમયે નોકરી પર હતો. ઘટનાની જાણ થતાં એ સોસાયટીમાં આવી ગયો હતો. જોકે પૂછપરછ માટે પોલીસે એની અટકાયત કરવામાં આવી છે.
CCTVમાં બાળકી દેખાઈ :
CCTVમાં બાળકી બિલ્ડિંગની બહાર નીકળવા માંગતી હતી. એની સામેની બિલ્ડિંગમાં રહેતી મિત્રની સાથે વાત કરતા દેખાઈ હતી. ત્યારપછી મિત્રની મમ્મી બાલ્કનીમાં આવે છે. જો કે, ત્યાં આવતી મહિલાનું લોકેશન દૂર હોવાંથી બાળકીને કોઈ હાથ પકડીને ફરીથી બિલ્ડિંગમાં જાય છે. મહિલાને આરોપી દેખાતો નથી. બાળકી બિલ્ડિંગની બહાર નથી ગઈ એ ફૂટેજમાં દેખાતા આરોપી પકડાયો હતો. સોસાયટીમાં લગાવવામાં આવેલ કેમેરાએ અગત્યની ભૂમિકા રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle