હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી સામે આવી છે. હરણી પિયરમાંથી ઘરે અટલાદરા તરફ જઈ રહેલ માતા-પુત્રીને વિશ્વામિત્રી બ્રિજ પાસે ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો.
સ્કૂટર પર સવાર માતા પુત્રીને કારે અડફેટે લેતાં પુત્રીનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. અટલાદરા નારાયણવાડી નજીક દીપ દર્શન સોસાયટીમાં રહેતાં સંજયકુમાર પંચાલ ખાનગી સિટી સ્કેન સેન્ટર ખાતે હેલ્પર છે. પત્ની વંદનાબેન પુત્રી સંજનાની સાથે હરણીમાં પિયર ગયાં હતાં. ત્યાંથી રવિવારની સાંજે તેઓ સ્કૂટર પર પાછાં ફરી રહ્યાં હતાં.
જેમાં માતા સ્કૂટર ચલાવતી હતી, જ્યારે પુત્રી પાછળ બેસીને ફોન પર વાત કરી રહી હતી. આ દરમિયાન વિશ્વામિત્રી બ્રિજ પર કારે સ્કૂટરને અડફેટે લેતાં માતા-પુત્રી પટકાઈ ગયાં હતાં. જેમાં સંજના ઉછળીને માર્ગ પર પડતાં કાર નીચે આવી ગઈ હતી. ગંભીર ઇજાને લીધે ફક્ત 21 વર્ષીય સંજનાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.
જ્યારે માતા વંદનાબેનને ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. અકસ્માત પછી કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં એકની એક દીકરીને ગુમાવતાં પંચાલ પરિવાર થયો ગમગીન :
સંજના પંચાલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. સંજના સંજયભાઈ તથા વંદનાબેનનું એકનું એક સંતાન હતું. સંજનાનું અકાળે અવસાન થતાં સમગ્ર પંચાલ પરિવારમાં ભારે ગમગીની ફેલાયેલી જોવા મળી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle