ગુજરાતમાં અવાર-નવાર નાની બાળકી, યુવતી અથવા મહિલાઓ હવસનો શિકાર બનતી રહે છે. રાજ્યમાં મહિલા અત્યાચારની ફરિયાદોમાં સતત વધારો જોવા મળ્યો છે. તેમાં પણ મહિલાઓને પ્રેમ ઝાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને તેમનું શારીરિક શોષણ કરી બાદમાં મહિલાઓ સાથે લગ્ન નહીં કરી અને તરછોડી દેવાની ઘટના સામે આવી રહી છે. આ દરમિયાન વધુ એક ફરિયાદ સુરતના અમરોલી પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી.
આજરોજ આવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એક નરાધમે અમરોલીની યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી છે. સુરતના કતારગામમાં આવેલ લલીતાચોકડી નજીક સંતોષીનગર સોસાયટીમાં રહેતા નરાધમ યુવકે અમરોલીની યુવતી સાથે લગ્નની લાલચ આપી અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સમાજમાં બદનામ કરી નાંખવાની તથા તેના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઘટના અંગે અમરોલી પોલીસ દ્વારા બળાત્કારનો ગુનો નોંધી યુવકને ઝડપી પડવામાં આવ્યો હતો.
સુરતના કતારગામમાં આવેલ લલીતાચોકડી નજીક સંતોષીનગર સોસાયટીમાં રહેતા રણજીત પ્રતાપભાઈ ગોહીલે અમરોલી વિસ્તારની એક યુવતી સાથે આંખ મળી જતા યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. જોકે, યુવક દ્વારા યુવતીને લગ્નની લાલચ આપીને આ યુવતી સાથે અનેક વખત તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ સબંધ બાંધ્યો હતો.
યુવતીએ આ યુવાને લગ્ન કરવાનું કહેતા આ યુવાન અનેક વખત વાતો ફેરવી નાખતો હતો અને યુવતીને વાયદા આપતો હતો. જોકે, યુવતીનાં લગ્નની વાતને લઈને એક દિવસ આ યુવતીને તેની સાથે લગ્ન કરવાના વાયદા આપ્યા હતા. તે ન નિભાવી તેની સાથે લગ્ન નથી કરવાનો તેવું કહીને તેણે યુવતીને તરછોડી દીધી હતી.
જોકે, આ યુવતીએ આ અંગે યુવાનને સમજાવવા જતા યુવાન દ્વારા આ યુવતીને સમાજમાં બદનામ કરી નાંખવાની તથા તેના ભાઇને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન આ યુવતીનો ખોટો ઉપયોગ કરી તેની જિંદગી બગાડી નાખતા આ યુવતીએ યુવક વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આ યુવતીની ફરિયાદનાં આધારે ગુનો દાખલ કરી આ યુવકની ધરપકડ કરવામાં આવી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle