થોડા દિવસ બાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું આયોજન થવાં જઈ રહ્યું છે. આવા સમયમાં બંને પક્ષ દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. બંગાળમાં રેલી વખતે અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. જ્યારે મંચ પર હાજર ભાજપા કાર્યકર્તા PM મોદીને પગે લાગવા માટે ગયો હતો.
જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યકર્તાને પગે લાગ્યા હતા. ભાજપા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે તેમજ તેને સંસ્કારનો ભાવ દર્શાવવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી બુધવારનાં રોજ બંગાળમાં આવેલ કાંથીમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે ગયાં હતા.
તમામ સ્થાનિક નેતાઓની સાથે મંચ પર પહોંચીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠા હતા. આ સમયે ત્યાં હાજર એક કાર્યકર્તા તેમને પગે લાગવા માટે આગળ આવ્યો હતો. આ દરમિયાન PM મોદી પણ કાર્યકર્તાને પગે લાગ્યા હતા. ભાજપા દ્વારા આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતા કહ્યું હતું કે, ભાજપા એક એવું સુસંસ્કૃત સંગઠન છે કે, જ્યાં કાર્યકર્તાઓમાં એકબીજા પ્રત્યે સમાન સંસ્કારનો ભાવ રહે છે.
પૂર્વ મેદિનીપુર જિલ્લામાં આવેલ કાંથીની રેલીને સંબોધિત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના CM મમતા બેનરજી ખોટા આક્ષેપ લગાવીને નંદીગ્રામના લોકોનું અપમાન કર્યું હોવાથી લોકો તેમને જવાબ આપશે. તેમણે 10 માર્ચની ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, તમે સમગ્ર દેશની સામે નંદીગ્રામ તથા તેના લોકોને બદનામ કરી રહ્યા છો. આ એ જ નંદીગ્રામ છે કે, જેમણે તમને આટલું બધું આપ્યું છે. નંદીગ્રામના લોકો તમને માફ કરશે નહીં.
भाजपा एक ऐसा सुसंस्कृत संगठन है, जहां कार्यकर्ताओं में एक-दूसरे के प्रति समान संस्कार का भाव रहता है।
पश्चिम बंगाल में चुनावी रैली के दौरान मंच पर जब एक भाजपा कार्यकर्ता पैर छूने आया, तो पीएम श्री @narendramodi ने भी पैर छूकर कार्यकर्ता का अभिवादन किया।#BanglarUnnotiteBJPChai pic.twitter.com/QDGSKNqbBb
— BJP (@BJP4India) March 24, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.