99 રન ફટકારનાર ઈંગ્લેન્ડનો ખેલાડી બેન સ્ટોક્સ મેચ પહેલાં કરે છે એવી કરતૂતો કે, જાણીને તમને પણ શરમ આવશે

હાલમાં સોશિયલ મીડિયા પર ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યા છે. ભારતની સામે 3 મેચની સિરીઝના બીજા વનડેમાં 99 રનની શાનદાર ઈનિંગ રમી હતી. સ્ટોક્સ ભલે પોતાની સેન્ચુરીથી ચુકી ગયો હતો પણ તેમણે તેમની ટીમને જીતાડવામાં કોઈ કસર રાખી ન હતી. આની વચ્ચે સ્ટોક્સે વધુ એક મોટો ખુલાસો કર્યો છે. સ્ટોક્સે ખુલાસો કર્યો છે કે, તે મેચ પહેલા મહિલાનો ડિયોડ્રેંટ લગાવે છે.

સ્ટોક્સે રસપ્રદ કારણ આપ્યું :
સ્ટોક્સ મેચ અગાઉ મહિલાઓનો ડિયોડ્રેંટ કેમ લગાવે છે તે વાત અંગે તેમણે એક રસપ્રદ કારણ આપતાં ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પુરૂષોની તુલનામાં સ્ત્રીઓના ડિયોડ્રેંટ વધારે સુગંધ આપે છે. આટલુ જ નહીં સ્ટોક્સે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે, આવુ કરનાર પહેલો ખેલાડી નથી, સમગ્ર ટીમ આ કામ કરે છે.

આની ઉપરાંત જ્યારે સ્ટોક્સને પુછવામાં આવ્યું હતું કે, તે ક્યું ડિયોડ્રેંટ તે વધારે પસંદ કરે છે તો તેના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, તેને દાડમની સુગંધવાળું ડિયોડ્રેંટ વધુ પસંદ પડે છે. આની પાછળ રહેલ આ એકમાત્ર કારણને લીધે તેઓ વધારે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે.

બેયરસ્ટો અને સ્ટોક્સને લીધે ભારતની થઈ હતી હાર :
બીજી વનડેમાં 337 રનનો પીછો કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમના ઓપનર જોની બેયરસ્ટો તથા જેસન રોય શાનદાર શરૂઆત કરી હતી. આ બન્નેની વચ્ચે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાઈ હતી. જો કે, 17મી ઓવરમાં રોય 55 રન બનાવીને આઉટ થયો હતો. રોયના આઉટ થયા પછી બેયરસ્ટોનો સાથે સ્ટોક્સે આપ્યો હતો. બેયરસ્ટોએ 124 રન મારીને શાનદાર રમ્યો હતો. સ્ટોક્સે પણ 99 રન બનાવ્યા હતા.

આજે નિર્ણાયક મેચ :
ભારત તથા ઈંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની સિરીઝનો આજે નિર્ણયક મુકાબલો રમવામાં આવશે. સિરીઝની પહેલી મેચમાં ભારતની 66 રને જીત થઈ હતી. ત્યારપછી ઈંગ્લેન્ડે કમ બેક કરતા બીજી વનડેમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. હવે આ બન્ને ટીમ સિરીઝની નિર્ણાયક મેચમાં આજે સામે સામે હશે. ભારતે ટી20 તથા ટેસ્ટ સિરિઝ અગાઉથી જ પોતાના નામે કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *