અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના વડોદરા શહેરના કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી બ્રિજ પરથી એક યુવાને પડતું મૂક્યું હતું. ફાયર બ્રગેડની 5 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ ફાયરબ્રિગેડને થતાં તુરંત જ લાશ્કરો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મોતની છલાંગ મારનાર યુવાનની શોધખોળ શરૂ કરી હતી. વિશ્વામિત્રી નદીમાં મગરો હોવાથી પરિવારજનો ચિંતામાં મૂકાઇ ગયા હતા અને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા દિપકનગરમાં 24 વર્ષીય પૂજન ભટ્ટ રહેતો હતો અને કાનન ઇન્ટરનેશનલમાં એચ.આર. ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. રાત્રે 3 વાગ્યે યુવાન ઘરેથી નીકળી ગયો હતો અને વહેલી સવારે પૂજન ભટ્ટ નામનો યુવાન કાલાઘોડા પાસે એક્ટિવા લઈને આવી પહોચ્યો હતો અને તેને કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે એક્ટિવા મૂકીને બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી.
મૃતક યુવકના પરિવાર પાસેથી મળતી જાણકારી અનુસાર, યુવાન ઘણા સમયથી બીમાર હોવાનું જાણવા મળ્યું છે. વિશ્વામિત્રી નદીમાં યુવાને પડતુ મૂક્યુ હોવાની જાણ થતાં તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તે સાથે પસાર થતા લોકોના ટોળેટોળા કિનારા ઉપર ઉમટી પડ્યા હતા આ સાથે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. ફતેગંજ વિસ્તારના રહેવાસી પૂજન ભટ્ટે કયા કારણોસર વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી
પૂજન ભટ્ટે વિશ્વામિત્રી નદીમાં પડતું મૂક્યું હોવાની જાણ પરિવાર મિત્રો અને શુભેચ્છકો વિશ્વામિત્રી નદી ખાતે દોડી આવ્યા હતા. ધૂળેટીના દિવસે બનેલા આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પૂજન ભટ્ટ પરિવારનો એકનો એક દીકરો હતો. તે રવિવારે રાત્રે મિત્રના બર્થ ડેમાં ગયો હતો. જોકે રાત્રે 3 વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ તેને વિશ્વામિત્રી નદીમાં મોતની છલાંગ લગાવી હતી અને ભારે જહેમત બાદ 5 કલાકે તેનો મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.