હાલમાં રાજ્યમાં આવેલ અમદાવાદના પોશ વિસ્તારમાંથી એક ચોંકાવનાર ઘટના સામે આવી છે. અહીં એક યુવતી બે યુવકોને પ્રેમ કરતી હોવાને લીધે પ્રેમીઓની વચ્ચે તકરાર ઉભી થઈ હતી. પોતાની પ્રેમિકાને પામવા માટે એક પ્રેમીએ અન્ય પ્રેમીનું પોતાના મિત્રોની સાથે મળીને અપહરણ કર્યું હતું. આની સાથે જ તેને નગ્ન કરીને વીડિયો પણ ઉતારી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ગુપ્તભાગમાં માર પણ મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં સોલા પોલીસ દ્વારા 2 શખસોની ધરપકડ કરવામાં આવી છે. આની સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુવતી એક સાથે 2 યુવકો સાથે સંબંધ રાખતી:
શહેરના સોલા વિસ્તારમાં એક યુવતી 2 યુવકોની સાથે સંબંધ ધરાવતી હતી. આ યુવતીનો એક પ્રેમી તેના અન્ય પ્રેમીની રેકી કરીને તેનું પોતાના મિત્રોની સાથે મળીને અપહરણ કર્યું હતું. તેને કારની ડેકીમાં નાંખીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયા હતાં. જ્યાં યુવકને નગ્ન કરીને ગુપ્તાંગ પર માર મારીને વીડિયો રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું હતું.
આરોપી પ્રેમિકાના મોબાઈલમાં રીતેશનો મેસેજ જોઈ ગયો:
પ્રણય ત્રિકોણની ફિલ્મી વાર્તાની જેમ રિતેશ પટેલને છેલ્લા 6 વર્ષથી એક યુવતીની સાથે પ્રેમ સંબંધ હતો. એક ગામના રહેવાસી હોવાને લીધે સ્કૂલનાં સમયથી પ્રેમ પાંગણ્યો હતો. જ્યારે આરોપી મિત પટેલ ડીજેનું કામ કરે છે. 6 મહિના અગાઉ ડીજે પાર્ટીમાં આ યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
જેથી બન્ને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ હતી. યુવતી બન્ને પ્રેમીઓની સાથે સબંધ રાખ્યો હતો. એક દિવસ આરોપી મિત પટેલ પોતાની પ્રેમિકાના મોબાઈલમાં રિતેશ સાથેની વાતચીતના મેસેજ જોઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાને અંજામ મિત્રો સાથે મળીને આપ્યો હતો.
પોલીસે આરોપીનો મોબાઈલ FSLમાં મોકલ્યો:
પ્રેમિકાએ રિતેશ મારવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરે છે એ માટે સબંધ રાખવાનું કહ્યું હતું. જેને લીધે ઉશ્કેરાયેલા મિત પટેલે પોતાના મિત્રો સૌરીન પટેલ, ચિરાગ યાદવ તથા દિપક પટેલની સાથે મળીને રિતેશની રેકી કરીને અપહરણ કરીને પોતાની પ્રેમીકાથી દુર રહેવાની ધમકી આપીને માર મારવામાં આવ્યો હતો.
સોલા પોલીસ દ્વારા આ કેસમાં મિત પટેલ દિપક પટેલ, સૌરીન પટેલ અને ચિરાગ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ ફરિયાદી યુવકનો નગ્ન વીડિયો બનાવીને ડિલેટ કરી દીધો હોવાને લીધે પોલીસ દ્વારા તેમનો મોબાઈલ FSLમાં મોકલીને ડેટા મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આની ઉપરાંત ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.