હાલમાં ફિલ્મ જગતમાંથી એક સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઈન્ડિયન ફિલ્મ ડિરેક્ટર SS રાજમૌલિને તો કોણ ન જાણતું હોય! બાહુબલી જેવી હિત ફિલ્મો આપનાર આ ડાયરેક્ટર ‘RRR’ના નોર્થ ઈન્ડિયન રાઈટ્સ રેકોર્ડ બ્રેક કિંમત પર વેચાયા છે. રાજમૌલિની આ ફિલ્મને નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ રાઈટ્સ પેન ઈન્ડિયા દ્વારા 140 કરોડમાં ખરીદવામાં આવ્યા છે. આ ડીલની સાથે ‘RRR’નો ટોટલ પ્રી રિલીઝ બિઝનેસ લગભગ 900 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
‘RRR’એ ‘બાહુબલી 2’ને પછાડી:
‘RRR’ પ્રી રિલીઝના બિઝનેસમાં ‘બાહુબલી’ને પછાડીને આગળ નીકળી ગઈ છે. રાજમૌલિની જ ‘બાહુબલિ 2’એ રિલીઝ પહેલાં લગભગ 500 કરોડ રૂપિયાનો ઓલ ટાઈમ રેકોર્ડ બિઝનેસ કર્યો હતો. સમગ્ર વિશ્વમાં ‘RRR’ના થિયેટ્રિકલ રાઈટ્સ કુલ 570 કરોડ રૂપિયામાં વેચાયા છે. ફિલ્મના ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સ મળીને 890 કરોડ રૂપિયા થાય છે.
13 ઓક્ટબરે રિલીઝ થશે:
પેન ઈન્ડિયાના જયંતીલાલ ગડાએ ફિલ્મના તમામ ભાષાઓ (તેલુગુ, તમિળ, હિંદુ, મલયાલમ તથા કન્નડ)ના નોર્થ ઈન્ડિયન થિયેટ્રિકલ, ઈલેક્ટ્રોનિક, સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્સ પણ ખરીદવામાં આવ્યા છે. આ ફિલ્મ 13 ઓક્ટોબરનાં રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફિલ્મમાં જુનિયર NTR, રામચરણ તેજા, અજય દેવગન અને આલિયા ભટ્ટ જોવા મળશે.
‘RRR’ કમાણીમાં રેકોર્ડ તોડશે?
હવે જોવાનું એ છે કે ‘RRR’ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. મેકર્સને આશા રહેલી છે કે, આ ફિલ્મ ઈન્ડિયન સિનેમાના ઈતિહાસમાં ‘બાહુબલી 2’ના પણ તમામ રેકોર્ડ તોડશે. અહીં નોંધનીય છે કે, 1810 કરોડના બોક્સ ઓફિસ કલેક્શનની સાથે ‘બાહુબલી 2’ ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ચુકી છે.
‘RRR’નું પ્રી રિલીઝ બિઝનેસ:
આંધ્ર પ્રદેશમાં અંદાજે 165 કરોડ રૂપિયા, નોર્થ ઈન્ડિયામાં 140 કરોડ, નિઝામમાં કુલ 75 કરોડ, તમિલનાડુમાં કુલ 48 કરોડ, કર્ણાટકમાં કુલ 45 કરોડ, કેરળમાં કુલ 15 કરોડ, ઓવરસીઝમાં કુલ 70 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
અજયના જન્મદિવસ પર ફર્સ્ટ લુક શૅર કર્યો:
રાજમૌલિ દ્વારા અજય દેવગનના જન્મદિન પર એક્ટરનો ફર્સ્ટ લુક શૅર કરવામાં આવ્યો છે. ડિરેક્ટરે સોશિયલ મીડિયામાં મોશન પોસ્ટર શૅર કરીને અજયને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આની સાથે જ જણાવ્યું હતું કે, ‘લડ એમ શૂટ. તેઓ પોતાના લોકોને સશક્ત બનાવીને શક્તિ મેળવે છે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.