હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3280 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાથી સાજા થઈને ઘરે પરતફર્યા છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17,000 ને પાર થઈ ગયો છે. અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા 6 ડિસેમ્બરે 17 દર્દીના મોત થયા હતા.આમ લગભગ 4 મહિને ફરી 17 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4591એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.24 ટકા થયો છે.
છેલ્લા 15 દિવસથી કોરોનાની આ લહેર બાળકો માટે સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહી છે. બાળકોમાં એટલા ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે કે, હોસ્પિટલમાં બાળ દર્દીઓ વધી રહ્યાં છે. આવામાં રાજકોટના બાળકોમાં કોરોના સંક્રમણ સૌથી વધુ જોવા મળ્યું છે. રાજકોટમાં 500 જેટલા બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે.
અમદાવાદમાં બાળ કોરોના દર્દીઓની વાત કરવામાં આવે તો, છેલ્લા બે અઠવાડિયામાં 3 બાળકોના મોત થયા છે. હાલ 10 બાળકો કોરોના સંક્રમિત સારવાર હેઠળ છે. હાલ બેની સ્થિતિ નાજૂક છે અને 8 બાળકોની સ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત 3 બાળકોના મોત અંગે સિવિલ કેમ્પસના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોકટર ચારુલ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુ:ખાવો, ગાળામાં દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે.
ડોકટર ચારુલ મહેતા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે. બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે.
કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે. કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુ:ખાવા બાદ મટી પણ જાય છે. પણ કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળવું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શકયતા રહે છે. બાળકમાં લક્ષણ ન જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે.
આ દરમિયાન, બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ન આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે. કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. જયારે હાલ ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.
સુરત શહેરના મોટા વરાછામાં પણ 13 વર્ષના બાળકનું કોરોનાથી કરુણ મોત થયું છે. જયારે રાજકોટમાં બાળકોમાં કોરોનાનો ચેપ સૌથી વધુ લાગી રહ્યો છે. જેમાં 60 ટકા બાળકો 5 વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી દરરોજ 25 થી 30 બાળકોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં સિવિલ હોસ્પિટલમાં 16 અને ખાનગી હોસ્પિટલમાં વધુ 4 બાળકો સારવાર માટે દાખલ થયા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, 2 થી 7 દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.
ચાર મૃત્યુ થનાર બાળકો:
1. ચાંદલોડિયા અર્બુદાનગર વિસ્તારના 8 વર્ષના બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું.
2. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી બાળકીનું અને 9 વર્ષીય બાળકનું મોત 3 એપ્રિલના થયું – બાળકીને
3. હૃદયની સમસ્યા અને ડાઉન સિન્ડ્રોમ હોવાથી કો મોરબીડ સ્થિતિમાં દાખલ કરવામાં આવી હતી.
અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ મોત થયું હતું.
4. સુરત શહેરના મોટા વરાછામાં 13 વર્ષના બાળકનું કોરોનાથી કરુણ મોત
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.